Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વર્લ્ડકપ 2019માં દેખાશે ગ્લેમર, આ 5 એન્કર પર રહેશે તમામની નજર

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી વર્લ્ડકપમાં ફક્ત ખેલાડીઓના પ્રદર્શન પર જ લોકોની નજર હશે તેવું નથી

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી વર્લ્ડકપમાં ફક્ત ખેલાડીઓના પ્રદર્શન પર જ લોકોની નજર હશે તેવું નથી, પરંતુ એ જોવું પણ રસપ્રદ રહેશે કે કઈ મહિલા એન્કર પોતાની સ્કીલ્સથી ફેન્સનું દિલ જીતી લે છે. વર્લ્ડ કપ માટે મહિલા એન્કર્સ ખેલાડીઓના ઈન્ટરવ્યુ અને મેચ પત્યા બાદ ગ્રાઉન્ડ રિપોર્ટ લેતી દેખાશે. ખેલાડીઓની સાથે સાથે 5 મહિલા એન્કર્સ એવી પણ છે, જે પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહેશે. ચાલો જાણીએ એ કોણ છે.

1. સંજના ગણેશન

1. સંજના ગણેશન

સંજના સ્પોર્ટ્સ પ્રેઝન્ટર છે. તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોટ તસવીરોથી ભરેલું છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 93 હજાર કરતા વધુ છે. સંજના તમામ બ્રાન્ડઝ માટે મોડેલિંગ પણ કરે છે. 2014માં સંજનાએ FBB ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં તે ફાઈનલિસ્ટ રહી છે. 2014માં તે રિયાલિટી શો સ્પિલ્ટ્સ વિલાની 7મી સિઝનમાં પણ દેખાઈ હતી.

2. રિદ્ધિમા પાઠક

2. રિદ્ધિમા પાઠક

હાલ રિદ્ધિમા પાઠક ઈંગ્લેન્ડમાં આઈસીસી માટે ક્રિકેટ વર્લ્ડ કપ કવર કરી રહી છે. રિદ્ધિમાં ભારતની એકમાત્ર એવી ફિમેલ એન્કર છે, જે ક્રિકેટ પહેલા બાસ્કેટબોલની એન્કર પણ રહી ચૂકી છે. તમને જણાવી જઈએ કે રિદ્ધિમાં એ્જિનિયર છે, પરંતુ તેણે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે કારકિર્દી પસંદ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 48 હજાર ફોલોઅર્સ છે.

3. જૈનસ અબ્બાસ

3. જૈનસ અબ્બાસ

પાકિસ્તાનની આ મહિલા એન્કર આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપ કવર કરશે. જૈનેસ અબ્બાસ પોતાની સુંદરતા માટે પાકિસ્તામાં એક અલગ જ લેવલ બનાવી ચૂકી છે. તે પાકિસ્તાની ટીમ અંગેના સમાચારો દર્શકોને પહોંચાડશે. જૈનબ શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન અને યુનિસ ખાન સહિત અન્ય ક્રિકેટરની વિદાય હોસ્ટ કરીને ચર્ચામાં આવી હતી.

4. પેયા જન્નતુલ

4. પેયા જન્નતુલ

આ સુંદર સ્પોર્ટ્સ એંકર બાંગ્લાદેશની બ્યૂટી ક્વીન રહી ચૂકી છે, તે બાંગ્લાદેશની ટી20 લીગ્સમાં પણ એન્કરિંગ કરે છે. એટલું જ નહીં તેણે બાંગ્લાદેશના કેટલાક ક્રિકેટર્સ સાથે એડ ફિલ્મ્સ પણ શૂટ કરી છે.

5. મયંતી લેન્ગર

5. મયંતી લેન્ગર

ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર ક્રિકેટ વર્લ્ડકપની સૌથી ચર્ચિચ મહિલા એન્કર્સમાંની એક છે. મયંતી લેન્ગર સ્ટાર સ્પોર્ટ્સ માટે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ કવર કરશે. ભારતમાં મયંતી લેંગરનું જબરજસ્ત ફેન ફોલોઈંગ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X