For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WPL Auction : 13 ફેબ્રુઆરીએ થશે મહિલા IPL માટે થશે હરાજી, જાણો તમામ વિગતો

WPL Auction : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL જેવી બીજી T20 લીગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે ખેલાડીઓની હરાજીને લઈને તારીખ પણ સામે આવી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

Women Premier League Auction : ભારતમાં આઇપીએલની જેમ જ વધુ એક ટી20 લીગ શરૂ થવા જઇ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આ સાથે ખેલાડીઓનીહરાજી માટેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ મહિલા ક્રિકેટર માટેની લીગ છે, જે વુમેન્સ પ્રિમિયર લીગ તરીકે ઓળખાશે. WPLની તમામ ટીમો વેચાઇ ગઇ છે.

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની પ્રથમ સિઝન

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની પ્રથમ સિઝન

હવે ભારતમાં યોજાનારી વુમેન્સ પ્રીમિયર લીગ (WPL)ને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. ઈનસાઈડસ્પોર્ટના અહેવાલ મુજબ, વુમેન્સપ્રીમિયર લીગ (WPL)ની શરૂઆતની સિઝન માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં યોજાશે.

ભારત અને ન્યુઝીલેન્ડવચ્ચે ટી20 સીરીઝની અંતિમ મેચ દરમિયાન અમદાવાદમાં બીસીસીઆઈના ટોચના અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

13 ફેબ્રુઆરીના રોજ થશે હરાજી

13 ફેબ્રુઆરીના રોજ થશે હરાજી

રિપોર્ટ અનુસાર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'વિમેન્સ પ્રીમિયર લીગ' માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીના રોજમુંબઈમાં થશે.

તમામ ફ્રેન્ચાઇઝીઓને તારીખ અને સ્થળ કમ્ફર્ટ હોવાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈની સાથે મુંબઈમાં અન્યવ્યવસ્થા કરવી પણ સરળ રહે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

આવું રહેશે ફોર્મેટ

આવું રહેશે ફોર્મેટ

આ T20 લીગની પ્રારંભિક સિઝનમાં કુલ 22 મેચો રમાશે. લીગ તબક્કામાં ટોચની ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. બીજા અનેત્રીજા સ્થાનની ટીમો ટાઇટલ મેચમાં સ્થાન મેળવવા માટે એકબીજા સામે ટકરાશે.

આ મહિને યોજાનારી ખેલાડીઓની હરાજીમાં દરેક ટીમપાસે 12 કરોડ રૂપિયા હશે અને તેમણે ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓ ખરીદવા પડશે.

પ્લેઇંગ-11માં એક સહયોગીખેલાડી સહિત 5 જેટલા વિદેશી ખેલાડીઓને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવશે.

4669.99 કરોડમાં વેચાઈ 5 ટીમો

4669.99 કરોડમાં વેચાઈ 5 ટીમો

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પાંચ ટીમોના વેચાણમાંથી રૂપિયા 4669.99 કરોડ એકત્રકર્યા હતા.

અદાણી સ્પોર્ટ્સલાઈને અમદાવાદની ટીમ માટે સૌથી વધુ રૂપિયા 1289 કરોડનો ખર્ચ કર્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) ટીમના માલિકો મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સે અનુક્રમે રૂપિયા 912.99 કરોડ, રૂપિયા 901કરોડ અને રૂપિયા 810 કરોડની સફળ બિડ કરી હતી. કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડ રૂપિયામાં ખરીદી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
WPL Auction : Women's IPL auction to be held on February 13, know all details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X