For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video:ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક.ની જીત, કાશ્મીર ઘાટીમાં ઉજવણી

કાશ્મીર ઘાટીમાં યુવાઓએ ઢોલ-નગારા વગાડી અને ફટાકડા ફોડીને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. પાકિસ્તાને ભારતને માત આપી એ સાથે જ કાશ્મીર ઘાટીના યુવાઓમાં જાણે ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલની મેચ જાણે એકતરફી હતી, આ મેચમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું.

કાશ્મીર ઘાટીમાં મોટા ભાગના સ્થળોએ યુવાઓ પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અહીં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ-નગારા વગાડી નૃત્યુ કરી, પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કાશ્મીર ઘાટીની ગલીઓમાં મહિલાઓ ગીત ગાઇને ખુશી વ્યક્ત કરતી જોવા મળી હતી.

kashmir ghati

સીઆરપીએફ કેમ્પ પર ફેંક્યા ફટાકડા

એવી પણ ખબરો આવી રહી છે, કેટલાક યુવાનોએ સીઆરપીએફ કેમ્પ અને સ્થાનિક થાણા પર ફટાકડા ફેંક્યા હતા. અહેવાલો અનુસાર, પાકિસ્તાનની જીત બાદ યુવાનોના આ હંગામા બાદ સુરક્ષા દળો દ્વારા ભીડને વિખેરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

kashmir ghati

ફેસબુક પર લાઇવ વીડિયો

પાકિસ્તાનની જીત પર કાશ્મીર ઘાટીમાં ઉજવણીનો જે માહોલ જોવા મળ્યો, તેનો વીડિયો શ્રીનગરથી મેહરાજ નામના ફેસબૂક યુઝરે ફેસબૂક પર અપલોડ કર્યો હતો. નીચેના વીડિયોમાં તમે જોઇ શકો છો કે, પાકિસ્તાનની જીત બાદ લોકો ઢોલ વગાડી રહ્યાં છે અને નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Youth of Kashmir Ghati celebrated Pakistan's victory in Champions Trophy Final 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X