For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: વાનખેડેની સીડી ઉતરતાં જ યુવરાજ સિંહને આવી વર્લ્ડ કપ 2019ની યાદ, જુઓ વીડિયો

વાનખેડેની સીડી ઉતરતાં જ યુવરાજને આવી વર્લ્ડ કપ 2019ની યાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યુવરાજ સિંહ ક્રિકેટ જગતમાં એક એવું નામ છે જેણે કેટલીય વાર પોતાના બેટથી ફેન્સનું દિલ જીતી લીધું છે. એટલું જ નહિં, જ્યારે જિંદગી અને મોતથી લડી રહ્યો હતો ત્યારે પણ યુવરાજ માટે ભારત તરફથી મેચ રમવી જરૂરી લાગ્યું ન કે ખુદને આરામ આપવો. અમે વાત કરી રહ્યા છીએ જ્યારે યુવરાજ સિંહ કેન્સરથી પીડિત હતો, છતાં તે વર્લ્ડ કપ 2011 રમ્યો. જો કે, હવે યુવરાજ ટીમથી બહાર છે. 37 વર્ષીય યુવરાજ સિંહ હવે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે, જેના માટે તે મેદાન પર ખુબ મહેનત કરી રહ્યો છે. તે જેવો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યો કે 2011 વર્લ્ડ કપંની યાદમાં ભાવુક થઈ ગયો. જેનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર શેર કર્યો છે.

yuvaraj singh

પ્રેક્ટિસ માટે યુવરાજ ગ્રાઉન્ડ પર ઉતરે છે. કેમેરા પાછળ એક શખ્સ પૂછે છે. તમે બેટનું કેટલું વજન રાખ્યું હશે? જેનો યુવરાજ જવાબ આપતા 2.8 કહે છે જે બાદ તે મસ્તીના મૂડમાં આવી જાય છે. જે બાદ ગ્રાઉન્ડ પર પગ રાખતા જ તે કહે છે કે 2011ની યાદ તાજા થઈ ગઈ. ગ્રાઉન્ડને જોતા જ મારા દિમાગમાં એ જ વાત ચાલી રહી છે. સારી યાદો છે.

યુવરાજને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વર્ષ 2008માં તે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે પણ જોડાયો હતો, જે બાદ વર્ષ 2011માં પુણે વોરિયર્સે તેને ખરીદી લીધો અને વર્ષ 2014માં યુવરાજ ટીમ રૉયલ ચેલેન્જર્સ સાથે જોડાઈ ગયો. વર્ષ 2015માં યુવરાજને દિલ્હી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ દરમિયાન તે આઈપીએલ બોલીમાં વેચાનાર સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. વર્ષ 2016 અને 2017ની સિઝન યુવરાજે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી. જે બાદ વર્ષ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબે ક્રિકેટરને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. યુવરાજ 128 મેચમાં 12 ફિફ્ટી સાથે 2652 રન બનાવી ચૂક્યો છે.

આ પણ વાંચો- IPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
yuvaraj singh walk down the Wankhede stairs and talk about the 2011
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X