ઝહીરને સગાઇના અભિનંદન આપવામાં અનિલ કુંબલે આ શું કરી બેઠા?

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટર ઝહીર ખાને સોમવારના રોજ પોતાની સગાઇની તસવીર ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, સોમવારે અચાનક ઝહીરે પોતાની અને સાગરિકાની તસવીર પોસ્ટ કરી લોકોને સરપ્રાઇઝ આપ્યું હતું. ઝહીર અને સાગરિકા યુવરાજ-હેઝલના મેરેજ ફંક્શનમાં સાથે જોવા મળ્યાં હતા અને ત્યાર બાદ ખબરો આવી હતી કે, જલ્દી જ આ બે પણ સગાઇ કરી શકે છે.

ક્રિકેટની દુનિયામાં વિરાટ અને અનુષ્કા બાદ ઝહીર અને સાગરિકાનો નંબર આવે છે. આ કપલ પણ ખૂબ લોકપ્રિય છે. ઉલ્લેખનીય છે કે, સાગરિકા ઘાટગે શાહરૂખની ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'માં પ્રીતિ સબરવાલના રોલમાં જોવા મળી હતી.

ઝહીરે પોસ્ટ કરી તસવીર

ઝહીરે પોસ્ટ કરી તસવીર

ઝહીરે સોમવારે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી અને સાથે લખ્યું હતું, ક્યારેય તમારી પત્નીની ચોઇસ પર હસવું નહીં. કારણ કે તમે પણ એમાંના જ એક છો. જિંદગીભરના સાથી. આ તસવીર સાથે જ બંન્નેએ પોતાના રિલેશનની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે.

અનિલ કુંબલેએ કરી ગફલત

અનિલ કુંબલેએ કરી ગફલત

ઝહીર અને સાગરિકાની સગાઇની ખબર આવતાં જ સોશિયલ મીડિયા પર તેમને વિશ કરનારાઓની લાઇન લાગી ગઇ. એવામાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ અનિલ કુંબલે પણ હોંશમાં આવીને ઝહીર અને સાગરિકાને ટ્વીટર પર વિશ કર્યું. દિલ્હી ડેરડેવિલ્સના કપ્તાન ઝહીરને વિશ કરવા માટે ટીમના અનેક પ્લેયર્સે અનિલના આ ટ્વીટ નીચે અભિનંદન પાઠવી દીધા.

સાગરિકા ઘાટગેની જગ્યાએ સાગરિકા ઘોષ

પરંતુ અનિલ કુંબલે પોતાના પહેલા ટ્વીટમાં ભૂલથી સાગરિકા ઘાટગેની જગ્યાએ એક વરિષ્ઠ મહિલા પત્રકાર સાગરિકા ઘોષને ટેગ કરી દીધી હતી. સાગરિકા ઘોષે તુરંત જ આ ભૂલનો રમૂજી જવાબ આપતાં અનિલે પોતાનું પહેલું ટ્વીટ ડીલિટ કરી નાંખ્યું હતું.

હોકીની ખેલાડી છે સાગરિકા

હોકીની ખેલાડી છે સાગરિકા

ચક દે ઇન્ડિયામાં સાગરિકા હોકી પ્લેયર તરીકે જોવા મળી હતી, એ તો સૌને યાદ છે. પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે, સાગરિકા સાચે જ એક હોકી પ્લેયર છે. ફિલ્મોની વાત કરીએ તો સાગરિકા વર્ષ 2009માં 'ફૉક્સ' અને વર્ષ 2012માં ફિલ્મ 'રશ'માં જોવા મળી હતી. આ સિવાય તે મરાઠી ફિલ્મ 'પ્રેમાચી ગોષ્ટ' અને પંજાબી ફિલ્મ 'દિલદારિયાં'માં જોવા મળી હતી. તેની પંજાબી ફિલ્મ હિટ રહી હતી.

સાગરિકાની ફિલ્મની સ્ક્રિનિંગમાં ઝહીર

સાગરિકાની ફિલ્મની સ્ક્રિનિંગમાં ઝહીર

ઝહીર ખાન પોતાના સાથી ખેલાડીઓ અજીત અગરકર અને આશીષ નેહરા સાથે સાગરિકાની ફિલ્મ ઇરાદાની સ્પેશ્યિલન સ્ક્રિનિંગમાં જોવા મળ્યાં હતા. ત્યારથી આ બંન્નેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તે પછી સાગરિકાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝહીર સાથેની ઘણી તસવીરો જોવા મળી હતી, જે પરથી આ બંન્ને એક-બીજાને ડેટ કરી રહ્યાં હોવાની વાત પાકી થઇ ગઇ હતી.

યુવી-હેઝલના લગ્નમાં ઝહીર-સાગરિકા

યુવી-હેઝલના લગ્નમાં ઝહીર-સાગરિકા

ગત વર્ષે ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલના લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા, જેમાં સૌની એક નજર વિરાટ-અનુષ્કા પર મંડાયેલી હતી. આ સિવાય ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે પણ આ મેરેજ ફંક્શનમાં સાથે પહોંચ્યા હતા. ત્યારથી વિરાટ-અનુષ્કાની સાથે જ આ બંન્ને પણ જલ્દી જ સગાઇ કરશે એવી ખબરો આવવા માંડી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

વિરાટ-અનુષ્કાનો આ ફોટો થઇ રહ્યો છે વાયરલ...

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આ ફોટો યુવી-હેઝલના લગ્ન સમયનો છે. જે થોડા સમય પહેલાં ખૂબ વાયરલ થયો હતો. જાણો આ પાછળનું કારણ.

English summary
Delhi Daredevils skipper Zaheer Khan announced his engagement with Bollywood actress Sagarika Ghatge.
Please Wait while comments are loading...