For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CSK vs KKR : ધોનીની ફિફ્ટીની મદદથી કોલકત્તાને જીતવા માટે 131 રનનો ટાર્ગેટ!

IPLની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

IPLની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વાનખેડે પર જે પ્રથમ બોલિંગ કરે છે તે ફાયદામાં રહે છે અને તે જ વલણ યથાવત છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા.

CSK vs KKR

કેપ્ટન જાડેજા માટે ચૌકાવનારી ઓપનિંગ રહી હતી. પ્રથમ મેચમાં મહત્વપૂર્ણ ટોસ હાર્યો હતો. ત્યારબાદ ટીમની બેટિંગ ઘણી ધીમી હતી. ટીમ 18 ઓવર સુધી 100 રન પણ બનાવી શકી ન હતી. આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ CSKની ઇનિંગ સંભાળી લીધી. 50 રનની ઇનિંગ રમીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી.

બીજી તરફ કોલકત્તા તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. તે બાદ શિવમ માવી અને વરૂણ ચક્રવતીએ એક-એક વિકેટ લીધી હતી.

અહીં તમને જણાવી દઈએ કે આઈપીએલ શરૂ થતા પહેલા જ ચેન્નાઈની કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજાને સોંપી દીધી હતી. હવે આઈપીએલ શરૂ થયો છે અને પહેલા મેચમાં ચેન્નાઈની ધીમી શરૂઆત જોવા મળી છે. જો કે હજુ એક જ ઈનિંગ્સ થઈ છે ત્યારે આખરી પરિણામ આવશે ત્યારે જ સાચી ખબર પડશે.

English summary
CSK vs KKR: Dhoni's target of 131 runs to win Kolkata with the help of fifty!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X