For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2022: કુલ 61 મેડલ સાથે ચોથા સ્થાને રહ્યુ ભારત, 22 ખેલાડીઓએ જીત્યો ગોલ્ડ

28 જુલાઈના રોજ બર્મિંગહામમાં શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની સફર પુરૂષ હૉકી ટીમની ફાઈનલ મેચ સાથે સમાપ્ત થઈ.

|
Google Oneindia Gujarati News

બર્મિંગહામઃ 28 જુલાઈના રોજ બર્મિંગહામમાં શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની સફર પુરૂષ હૉકી ટીમની ફાઈનલ મેચ સાથે સમાપ્ત થઈ. ભારતીય હૉકી ટીમ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હતી. આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 7-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતના ખાતામાં સિલ્વર મેડલ આવી ગયો. આ મેડલ સાથે ભારતના કૉમનવેલ્થ ગેમ્સમાં કુલ મેડલની સંખ્યા 61 થઈ ગઈ જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર મેડલ અને 23 બ્રૉન્ઝ મેડલ ભારતના નામે છે.

મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને

મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને

તમને જણાવી દઈએ કે મેડલ ટેલીમાં ભારત કુલ 61 મેડલ સાથે ચોથા ક્રમે છે. ઑસ્ટ્રેલિયા 178 મેડલ સાથે પ્રથમ સ્થાન પર છે. ઑસ્ટ્રેલિયાએ સૌથી વધુ 67 ગોલ્ડ મેડલ જીત્યા છે. બીજા સ્થાને યજમાન ઇંગ્લેન્ડ હતુ જેના ખાતામાં 176 મેડલ આવ્યા હતા. જેમાં 57 ગોલ્ડનો સમાવેશ ગોલ્ડનો સમાવેશ થાય છે. ચોથા સ્થાને ભારત અને પાંચમા સ્થાને ન્યૂઝીલેન્ડ છે જેણે કુલ 49 મેડલ જીત્યા છે જેમાં 20 ગોલ્ડ છે.

આ ખેલાડીઓએ જીત્યો ગોલ્ડ

આ ખેલાડીઓએ જીત્યો ગોલ્ડ

તમને જણાવી દઈએ કે મીરાબાઈ ચાનુએ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ વેઈટલિફ્ટિંગમાં જીત્યો હતો. જ્યારે છેલ્લો ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસમાં શરથ કમલે જીત્યો હતો. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં મીરાબાઈ ચાનુ અને શરત ઉપરાંત જેરેમી લાલરિનુંગા, અંચિતા શેઉલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટીટી મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ, નવીન, ભાવિના, નીતુ, અમિત પંખાલ, અલધૌસ, પોલ. નિખત ઝરીન, શરત-શ્રીજા, પીવી સિંધુ અને લક્ષ્ય સેનના નામ સામેલ છે.

 CWGના છેલ્લા દિવસે પણ ભારતે જીત્યા 4 ગોલ્ડ

CWGના છેલ્લા દિવસે પણ ભારતે જીત્યા 4 ગોલ્ડ

તમને જણાવી દઈએ કે કૉમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે ભારતને 4 ગોલ્ડ મેડલ મળ્યા અને આ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓમાં પીવી સિંધુ, લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ અને શરતનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ પોતપોતાની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ અને ગોલ્ડ મેડલ જીત્યા. 27 વર્ષની પીવી સિંધુએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની મિશેલ લીને 21-15, 21-13થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુ બાદ 20 વર્ષીય લક્ષ્ય સેને ત્રણ ગેમના મુકાબલામાં ફાઇનલમાં મલેશિયાના જય યંગને 19-21, 21-9, 21-16થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

English summary
CWG 2022: India stand on 4th position in medal tally with 22 gold
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X