For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2022 :ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ, મહિલા લૉન બોલ ટીમે ઇતિહાસ રચ્યો!

બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા લોન બોલ ટીમે ઈતિહાસ રચ્યો છે. લવલી ચૌબે, પિંકી, નયનમોની સૈકિયા અને રૂપા રાની તિર્કીની ભારતીય ચોકડીએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બર્મિંગહામ : બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલા લોન બોલ ટીમે ઈતિહાસ રચ્યો છે. લવલી ચૌબે, પિંકી, નયનમોની સૈકિયા અને રૂપા રાની તિર્કીની ભારતીય ચોકડીએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સની 2022માં ભારતને અત્યારસુધીમાં કુલ 10 મેડલ મળ્યા છે.

CWG 2022

લૉન બોલમાં ભારતે પ્રથમ વખત મેડલ જીત્યો છે. ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, તે મોટો અપસેટ હતો. ન્યૂઝીલેન્ડની ટીમે લૉન બોલમાં માત્ર 40 મેડલ જીત્યા છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને 16-13થી હરાવીને પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચી હતી.

ભારતીય ટીમે ફાઈનલ મેચમાં આફ્રિકન ટીમને 17-10થી હરાવીને આ મેડલ જીત્યો હતો. 1930ના દાયકાની શરૂઆતથી જ કોમનવેલ્થ ગેમ્સમાં લૉન બોલ રમવામાં આવે છે. ભારતની વાત કરીએ તો તેણે ક્યારેય કોમનવેલ્થ ગેમ્સમાં લૉન બોલમાં મેડલ જીત્યો ન હતો. પરંતુ હવે ઈતિહાસમાં પ્રથમ વખત ભારતને આ રમતમાં મેડલ મળ્યો છે. 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પ્રથમ વખત લૉન બોલમાં ભાગ લીધો હતો.

English summary
CWG 2022: Indian women's lawn ball team creates history by winning the gold medal!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X