For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોની આઇપીએલમાં લગાવશે અનોખી ‘સદી’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલઃ મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી સફળ સુકાની હોવાની સાથોસાથ આઇપીએલના પણ સૌથી સફળ સુકાની છે. તેણે સુકાની તરીકે અત્યારસુધી આઇપીએલમાં 96 મેચો રમી છે અને લીગની સાતમી શ્રેણીમાં તે સુકાની તરીકે સદી લગાવશે એ નિશ્ચિત છે.

ધોનીના નામે આ એક બેમિસાલ રેકોર્ડ સાબિત કરે છે કે તે કેટલો સફળ, વિચારશીલ અને સશક્ત સુકાની છે. ધોનીએ 2008માં આઇપીએલના પ્રારંભથી લઇને અત્યારસુધી ના તો ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો સાથ છોડ્યો છે અને ના તો સુકાનીપદ છોડ્યું છે. ધોનીના નેતૃત્વમાં સુપર કિંગ્સે 58 મેચોમાં જીત હાંસલ કરી છે. તેને 37 મેચોમાં પરાજય અને એક મેચનું પરિણામ આવ્યું નહોતું. સુપર કિંગ્સ બે વાર ટાઇટલ જીતી ચૂક્યું છે. ગત વર્ષે સુપર કિંગ્સને મુંબઇ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ધોનીએ સુકાની તરીકે 61.05 ટકા સફળતાં મેળવી છે. સફળતાની એવરેજ જોઇએ તો એકપણ સુકાની ધોનીની આસપાસ ફરકી શક્યું નથી. જેનું કારણ એ છેકે અન્ય ટીમો સમયાંતરે પોતાના સુકાની બદલતી રહે છે અથવા તો સીનિયર ખેલાડીઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યાં છે. ધોની બાદ સૌથી સફળ સુકાની એડમ ગિલક્રિસ્ટ છે. ગિલક્રિસ્ટે ડેક્કન ચાર્જર્સ અને કિંગ્સ ઇલેવન માટે 74 મેચોમાં નેતૃત્વ કર્યું છે, જેમાં 35મા જીત અને 39માં હાર મળી છે. ગિલક્રિસ્ટની સફળતા 47.29 ટકા રહી છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગંભીરે અત્યારસુધી 63 મેચોમાં નેતૃત્વ કર્યું છે, જેમાંથી 35 મેચ જીતી છે. ગંભીરના નેતૃત્વ હેઠળ કોલકતાની ટીમે 2012માં પહેલીવાર આઇપીએલ ટાઇટલ જીત્યું હતું.

શેન વોર્ન

શેન વોર્ન

શેન વોર્ને રાજસ્થાન રોયલ્સ માટે 55 મેચોમાં નેતૃત્વ કર્યું હતું.

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગે દિલ્હી ડેરડેવિલ્સ માટે 52 મેચોમાં નેતૃત્વ કર્યું હતું.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિને મુંબઇ ઇન્ડિયન્સ માટે 51 મેચોમાં નેતૃત્વ કર્યું હતું.

English summary
indian cricket team captain mahendra singh dhoni will do century as captain in IPL tournament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X