ENG vs AFG : વર્લ્ડ કપમાં મોટો ઉલટ ફેર, અફઘાન બોલરો સામે ઈંગ્લેન્ડ ઢેર

અફઘાનિસ્તાનના સ્પીનરોએ વર્લ્ડકપમાં મોટો ઉલટફેર કર્યો છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને મોટો ઝડકો આપ્યો છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યુ છે.

ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ ખોટો સાબિત થયો. અફઘાનિસ્તાનના ઓપનરોએ સારૂ શરૂઆત કરી અને પહેલી વિકેટે 114 રન બનાવ્યા.

ENG vs AFG

અફઘાનિસ્તાનના ઓપનર ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનના બેટમાંથી રન આવ્યા અને સદીની ભાગીદારી જોવા મળી.

ઝદરાન 28 રનની ઇનિંગ રમીને આઉટ થયો પરંતુ ગુરબાઝના બેટમાંથી સતત રન આવતા રહ્યાં. પચાસ પછી પણ તે ટકી રહ્યો. આ દરમિયાન રહમત શાહ 3 રન બનાવીને આઉટ થયો. તે બાદ શાહિદી 14 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. ગુરબાઝ સદી ફટકારે તેવી અપેક્ષા હતી પરંતુ તે 80 રન બનાવીને રનઆઉટ થયો.

ગુરબાઝ ઉપરાંત ઇકરામ અલીખિલે પણ અડધી સદી ફટકારી અને 58 રન બનાવીને આઉટ થયો. રાશિદ ખાને 23 રન અને મુજીબ ઉર રહેમાને 28 રન બનાવ્યા અને અફઘાનિસ્તાનની ટીમ 284 રનમાં આઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે 3 વિકેટ લીધી.

જવાબી ઇનિંગ્સમાં રમતી ઇંગ્લેન્ડની ટીમે બેયરસ્ટોની વિકેટ વહેલી ગુમાવી દીધી. તે 2 રને આઉટ થયો. અહીંથી નિયમિત અંતરે વિકેટો પડતી રહી. અફઘાનિસ્તાનના સ્પિનરોએ ઈંગ્લેન્ડને લપેટામાં લીધા અને માલન 32 રન અને રૂટ 11 રન બનાવીને આઉટ થયો.

એક પછી એક વિકેટો પડતી રહી પરંતુ હેરી બ્રુક ક્રિઝ પર એકલો ટકી રહ્યો. તે 66 રન બનાવીને આઉટ થતા જ ઈંગ્લેન્ડની હાર પાક્કી થઈ ગઈ.

ઈંગ્લેન્ડની ટીમ માત્ર 215 રન બનાવી શકી. અફઘાનિસ્તાન ટીમ તરફથી મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X