વિશ્વ ચેમ્પિયન ભારતીય બોક્સર મેરી કોમને આઇબા લીજેંડ્સ એવોર્ડ

Subscribe to Oneindia News

દેશની દિગ્ગજ મહિલા બોક્સર મેરી કોમને તેમની બોક્સિંગ કેરિયર માટે આઇબા લીજેંડ એવોર્ડ આપવામાં આવ્યો છે. સ્વિત્ઝરલેંડના મોંત્રો શહેરમાં ઇંટરનેશનલ બોક્સિંગ (આઇબા) ની 70 મી વર્ષગાંઠના આયોજનમાં મેરી કોમને આ સમ્માન આપવામાં આવ્યુ.

mary kom

મેરી કોમે પોતાના ભવિષ્ય વિશે કહ્યુ

મોંત્રો શહેરમાં 33 વર્ષની મેરી કોમે પોતાની આગામી યોજનાઓ વિશે કહ્યુ કે, 'હું 2018 માં યોજાનાર એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ઇચ્છુ છુ. મારો ફોકસ તેના પર જ છે. આ ઉપરાંત હું અન્ય ઇંટરનેશનલ કોમ્પીટીશનમાં ભાગ લેવાની કોશિશ કરીશ.'

પાંચ વાર વિશ્વ ચેમ્પિયન રહી છે મેરી કોમ

પોતાની બોક્સિંગ કેરિયરમાં મેરી કોમે પાંચ વાર વિશ્વ ચેમ્પિયન જીતી છે. તેણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને ઓલિમ્પિકમાં બ્રોંઝ મેડલ જીત્યો છે. તે સાંસદ છે અને તેને ત્રણ બાળકો છે.

વિકાસને મળ્યો આઇબા પ્રો બોક્સિંગ ટ્રોફી

મોંત્રોમાં આયોજિત આ સમારંભમાં વધુ એક ભારતીય બોક્સર વિકાસનું સમ્માન કરવામાં આવ્યુ. વિકાસને આઇબા પ્રો બોક્સિંગના બેસ્ટ બોક્સરની ટ્રોફી આપવામાં આવી.

English summary
Famous Indian Boxer MC Mary Kom was honoured with the first AIBA Legends Award for her boxing career during the 70th anniversary of the AIBA in Montreux.
Please Wait while comments are loading...