અંગ્રેજોને ધૂળ ચટાવી ભારતે જીત્યુ મોટેરા

આ પહેલા પાંચમાં દિવસની શરૂઆતમાં ઓઝાએ પહેલી વિકેટ પ્રાયરના રૂપે અને બીજી વિકેટ કૂકના રૂપમાં લીધી હતી. પ્રાયર 91 રન જ્યારે કૂક 176 રન પર આઉટ થયા હતા. ત્યાર બાદ યાદવે બ્રોડને ત્રણ રન પર પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ અશ્વિને સ્વાનને 17 રન પર આઉટ કર્યો હતો અને ઝહીર ખાને બ્રેસનની વિકેટ ઝડપી હતી. બ્રેસનને 20 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 77 રનના લક્ષ્યાંકને પાર પાડવા સેહવાગ અને પૂજારાએ ભારત તરફથી શરૂઆત કરી હતી. પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા સેહવાગે આક્રમક રીતે 25 રન બનાવ્યા હતા જો કે તે સ્વાનની બોલિંગમાં પીટરસનના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. પૂજારાએ તેનું ફોર્મ જાળવી રાખતા અણનમ 41 રનની ઇનિંગ રમી જ્યારે કોહલીએ તેને સાથ આપતા અણનમ 14 રન બનાવી ભારતને મોટેરામાં વિજયી બનાવ્યું.
પૂજારાની શાનદાર બેટિંગ
સૌરાષ્ટ્રના યુવા ખેલાડી અને દ્રવિડની જેમ ધેર્યપૂર્ણ બેટિંગ કરવા માટે જાણીતા ચેતેશ્વર પૂજારાએ મોટેરામાં શાનદાર ઇનિંગ રમી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેવડી સદી ફટકારી હતી. તેણે 389 બોલનો સામનો કરીને 21 ચોગ્ગાની મદદથી અણનમ 206 રન ફટાકાર્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં પણ તેણે પોતાનું ફોર્મ જાળવી રાખતા 51 બોલમાં 8 ચોગ્ગાની મદદથી અણનમ 41 રન ફટકાર્યા હતા.
પ્રજ્ઞાન ઓઝાની નવ વિકેટ
ભારતના લેફ્ટ હેન્ડ સ્પિન બોલર પ્રજ્ઞાન ઓઝાએ પોતાની વેધક અને ધારદાર બોલિંગનો પરચો આપતા અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા હતા. ઓઝાએ પ્રથમ ઇનિંગમાં તરખાટ મચાવતા પાંચ વિકેટ અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ મેળવી અંગ્રેજોને પીછેહટ કરવા માટે મજબૂર કરી દીધા હતા. મોટેરા ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓઝાએ બન્ને ઇનિંગની વિકેટ મળીને કુલ 9 વિકેટ મેળવી હતી.
સેહવાગની સદી
છેલ્લા કેટલાક સમયથી પોતાના ફોર્મને લઇને ટીકાઓનો સામનો કરી રહેલા ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે મોટારે ખાતે શાનદાર ફોર્મ મેળવ્યું હતું. બન્ને ઇનિંગમાં તેને પોતાની યોગ્ય આક્રમક શૈલી પ્રમાણે બેટિંગ કરી ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પ્રથમ ઇનિંગમાં સેહવાગે 117 બોલનો સામનો કરી 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 117 રન ફટકાર્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 21 બોલનો સામનો કરી એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી તેણે 25 રન બનાવ્યા હતા.
કૂકની સુકાની ઇનિંગ
એક તરફ ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડની ટીમ પત્તાના મહેલની જેમ ઢળી રહી હતી તો બીજી તરફ એલિસ્ટર કૂકે સૂકાની ઇનિંગ રમીને ટીમની લાજ જાળવવા મરણીયા પ્રયાસો કર્યા હતા. પહેલી ઇનિંગમાં કૂકે 109 બોલનો સામનો કરી 41 રનની ઇનિંગ રમી હતી તો બીજી ઇનિંગમાં કૂકે 375 બોલનો સામનો કરી 176 રન બનાવ્યા હતા. જેમ બને તેમ પીચ પર ઉભા રહીને મેચને ડ્રો કરાવવા માટે કૂકે બનતા પ્રયાસો કર્યા હતા પરંતુ તે ઇંગ્લેન્ડને હારમાંથી ઉગારી શક્યો નહોતો.
ભારતની ઇનિંગ
મોટેરા ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતે મજબૂત સ્કોર ખડો કર્યો હતો. ભારતે આઠ વિકેટ ગુમાવીને 521 પર દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઇનિંગમા ભારત તરફથી પૂજારાએ 206, સેહવાગે 117 અને યુવરાજે 74 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય બોલરોની વાત કરીએ તો પ્રથમ ઇનિંગમાં પ્રજ્ઞાન ઓઝાએ પાંચ, અશ્વિને ત્રણ અને ઝહીર તથા યાદવે એક-એક વિકેટ મેળવી હતી. બીજી ઇનિંગમાં ભારતે ઇંગ્લેન્ડના સામાન્ય સ્કોરનો પીછો કરતા નવ વિકેટે મેચ જીતી લીધી હતી. બીજી ઇનિંગમાં પ્રજ્ઞાન ઓઝાએ ચાર, યાદવે ત્રણ, ઝહીરે બે અને અશ્વિને એક વિકેટ મેળવી હતી.
ઇંગ્લેન્ડની ઇનિંગ
ભારતીય બોલરોની સામે ઇંગ્લેન્ડની ટીમ પત્તાના મહેલની માફક ઢળી પડી હતી અને માત્ર 191 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી પ્રાયર અને કૂકે શાનદાર ઇનિંગ રમી હતી. પ્રાયરે 48 જ્યારે કૂકે 41 રન બનાવ્યા હતા. બોલરોની વાત કરીએ તો પ્રથમ ઇનિંગમાં સ્વાને પાંચ, એન્ડરસન, પટેલ અને પીટરસને એક-એક વિકેટ મેળવી હતી. માત્ર 191 રનમાં ઓલ આઉટ થઇ જતાં ઇંગ્લેન્ડને ફોલઓન રમવું પડ્યું હતું. ફોલઓન રમતા ઇંગ્લેન્ડ સારો દેખાવ કર્યો હતો. જો કે બીજી ઇનિંગમાં તે 406 રનમાં ઓલ આઉટ થઇ જતાં ભારત સામે 77 રનનો નજીવો લક્ષ્યાંક આવતા ઇંગ્લેન્ડને હારનો સ્વાદ ચાખવો પડ્યો. બીજી ઇનિંગમાં કૂકે 176 અને પ્રાયરે 91 રનની શાનદાર ઇનિંગ રમી જ્યારે બોલિંગમાં સ્વાને એકમાત્ર વિકેટ મેળવી હતી.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર












Click it and Unblock the Notifications
