For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ વનડેમાં ઇંગ્લેન્ડનો 9 રને વિજય, ભારતીય ધુરંધરો નિષ્ફળ

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 11 જાન્યુઆરી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે મેચની શ્રેણીની શરૂઆત આજથી રાજકોટના નવનિર્મિત સ્ટેટિયમથી ખાતેથી થઇ ગઇ છે. ઇંગ્લેન્ડના ઘરઆંગણે ક્લિનવોશનો શિકાર બન્યા બાદ ભારત ઇંગ્લેન્ડને ક્લિનવોશ કરવા માટે મેદાને ઉતર્યું છે. પ્રથમ વનડે મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે અને ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ભારતને અધધ 326 રનોનું લક્ષ્યાંક આપ્યું હતું, જેને ટીમ ઇન્ડિયા ચેઝ કરી શકી નહી અને પ્રથમ વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને માત્ર 316 રન બનાવી શક્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડે પ્રથમ વનડે મેચ 9 રને જીતી લીધી હતી.

ભારત ઇંગ્લેન્ડે આપેલા સ્કોરને ચેઝ કરવા મેદાને ઉતર્યું હતું. પરંતું ભારત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 316 રન બનાવી શક્યું હતું. ગૌતમ ગંભીર અને અજિંક્ય રહાણે દ્વારા ખુબ જ સારી શરૂઆત કરવામાં આવી હતી. જોકે તેમની પારી વધુ સમય સુધી ટકી શકી નહી. ભારતની પ્રથમ વિકેટ 16.4 ઓવરમાં અજિંક્ય રહાણેના રૂપમાં પડી હતી. ટ્રેડવેલની ઓવરમાં ડ્રેનબેંચે રહાણેનો કેચ પકડી તેને 47 રન સાથે પેવેલિયનભેગો કરી દીધો હતો. ત્યારબાદ ગંભીર પણ 52 રન સાથે ટ્રેડવેલની ઓવરમાં કેચઆઉટ થઇ ગયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી માત્ર 15 રન બનાવીને કેચઆઉટ થઇ ગયો હતો. યુવરાજસિંહ શાનદાર 61 રનની પારી રમીને ડેર્નબેંચના હાથે કેચઆઉટ થઇ ગયો હતો. ભારતીય ધુરંધરો એકપછી એક પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

rajkot odi
ઇંગ્લેન્ડ તરફથી શાનદાર પ્રદર્શન કરતા ઇયાન બેલે શાનદાર 85 રનની પારી ખેલી હતી. જ્યારે એલિસ્ટર ક્રૂકે પણ શાનદાર 75 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી બોલિંગમાં કોઇ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નહીં. જોકે અશોક ડિંડાએ ઇંગ્લેન્ડના બે ધુરંધરોને પેવેલિયનભેગા કરી ભારતને રાહત અપાવી હતી. આ ઉપરાંત સુરેશ રૈનાએ એક વિકેટ લીધી. જ્યારે અજિંક્ય રેહાણેએ ઇયાન બેલને રન આઉટ કર્યો હતો.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરી 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 325 રન બનાવી લીધા છે. આ સાથે જ ઇંગ્લેન્ડે પહેલી જ વનડેની શરૂઆતમાં ભારતને ચમત્કાર બતાવી દીધો છે. ઇંગ્લેન્ડ ભારત પર શરૂઆતથી જ હાવી થઇ ગયું હતું. ભારતે ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ ઝડપી ત્યારે ઇંગ્લેન્ડે 27 ઓવરમાં શાનદાર 158 રન બનાવી લીધા હતા.

ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ 27.4મી ઓવરમાં ઇયાન બેલના રૂપમાં પેવેલિયન ભેગી થઇ. જોકે ઇયાન બેલ શાનદાર 85 રન ફટકારી અજિંક્ય રેહાણેના હાથે રન આઉટ થઇ ગયો. ત્યારબાદ 30.1મી ઓવરમાં એલિસ્ટર કૂક 75 રન બનાવીને સુરેશ રૈનાની ઓવરમાં રેહાણેના હાથે કેચઆઉટ થઇ ગયો.

બાદમાં અશોક ડિંડાએ એકપછી એક બે વિકેટ ઝડપી લીધી. અશોક ડિંડાએ ઇયોન મોર્ગનને 41 રને પેવેલિયન ભેગો કરી ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ ખેરવી લીધી. ડિંડાએ પોતાની જ ઓવરમાં મોર્ગનનો કેચ ઝપડી લઇને તેને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. બાદમાં ડિંડાએ પાછળને પાછળ કેવિન પીટરસનને પણ 44 રન પર પેવેલિયનભેગો કરી દીધો. ડિંડાની ઓવરમાં પીટરસન વિરાટ કોહલીના હાથે કેચઆઉટ થઇ ગયો હતો.

English summary
First ODI between India and england at Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X