For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલમાં વિવાદની શરૂઆતઃ ગંભીર-કોહલી બાખડ્યા

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 11 એપ્રિલઃ આઇપીએલ ચાલી રહી હોય અને વિવાદ ના થાય તે કેવી રીતે બને, આઇપીએલની અત્યારસુધી એકપણ શ્રેણી એવી નથી કે જેમાં વિવાદ સર્જાયો ના હોય, ક્યારેક લલિત મોદી તો ક્યારેક શાહરુખ ખાન, ક્યારેક સ્પોટ ફિક્સિંગ. આ વખતની શ્રેણીમાં પણ વિવાદ સર્જાયો છે. બેંગ્લોર ખાતે ચાલી રહેલી મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુકાની વિરાટ કોહલી અને કોલકતા નાઇટ રાઇડર્સના સુકાની ગૌતમ ગંભીર વચ્ચે તણાવ સર્જાયો હતો. તણાવ ઘણો ઉગ્ર થઇ ગયો હતો જોકે આ તણાવ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા એક અન્ય ખેલાડીએ વચ્ચે પડતાં મામલો થાળે પડ્યો હતો.

gambhir-kohli
વાત જાણે કે એમ છે કે, આઇપીએલની 12મી મેચમાં કોલકતા તરફથી મળેલા 155ના લક્ષ્યનો પીછો કરતા ગેઇલ અને કોહલીએ તોફાની ઇનિંગ રમી હતી. આ વચ્ચે જ કોહલી 35 રનના વ્યક્તિગત સ્કોરે બાલાજીની ઓવરમાં મોર્ગનના હાથે ઝલાઇ ગયો હતો. કોહલી આઉટ થતાં જ ગૌતમ ગંભીરે કંઇક કોમેન્ટ કરી હતી, ગંભીર દ્વારા સતત કોમેન્ટ કરવામાં આવતા કોહલી ગુસ્સે ભરાઇ ગયો હતો અને બન્ને વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી, દલીલ એ હદે વધી ગઇ હતી કે બન્ને એકબીજા તરફ ઘસી આવ્યા હતા. તણાવ વધતો જોઇને સાથી ખેલાડી રજત ભાટિયા વચ્ચે પડ્યો હતો અને પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ પકડે તે પહેલા મામલો શાંત પાડી દીધો હતો.

બેંગ્લોર ખાતે રમાઇ રહેલી આઇપીએલની 12મી મેચમાં કોલકતા સામેની મેચમાં ગેઇલની ધમાકેદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સે આઠ વિકેટથી વિજય મેળવ્યો છે. કોલકતાએ આપેલા 155 રનના લક્ષ્યાંકને બેંગ્લોરે 17.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. બેંગ્લોર તરફથી ગેઇલએ શાનદાર 85 રન બનાવ્યા હતા. ગેઇલે 50 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે નવ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકતા તરફથી બાલાજી અને મેક્લરેને એક-એક વિકેટ મેળવી હતી.

English summary
Kohli is cross about something, now he and Gambhir walk angrily towards each other, reminiscing their days together in Delhi, another Delhi man, Bhatia intervenes to avoid a possible collision and pats Kohli on the back to send him on his way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X