રેસલર ગીતા ફોગાટે સચિન-આમિર સાથે જોઇ દંગલ, થઇ ભાવુક

Subscribe to Oneindia News

ભારતની આન બાન અને શાન રેસલર ગીતા ફોગાટે ભારત રત્ન સચિન તેંડુલકર અને મિસ્ટર પરફેક્ટ એટલે કે આમિર ખાન સાથે હાલમાં જ તેમના પરિવાર પર બનેલી ફિલ્મ 'દંગલ' જોઇ. ગીતા 'દંગલ' ની વિશેષ સ્ક્રીનીંગમાં સામેલ થઇ હતી.

geeta

ફિલ્મ વિશે પોતાની ખુશી વહેંચતા ગીતાએ કહ્યું કે સચિન તેંડુલકર અને આમિરની સાથે બેસીને ફિલ્મ જોવી એ મારા માટે ખાસ છે. સચિને મારુ માન વધારી દીધુ અને આમિર ખાને મને સમ્માન આપીને મને ભાવ વિભોર કરી દીધી.

geeta

સચિને વધાર્યુ માન તો આમિરે આપ્યુ સમ્માન

તમને જણાવી દઇએ કે તેંડુલકર ખાસ આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ગીતાએ કહ્યુ કે બોલીવુડ અને રમત જગતના મહાન દિગ્ગજો સાથે ફિલ્મ જોવી અમારા પરિવાર માટે ગર્વની બાબત છે. હું આમિર ખાનને ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ પાઠવુ છુ.

geeta

ખાસ વાતો

પહેલવાન મહાવીર ફોગાટની મોટી દીકરી ગીતા ફોગાટ કોમન વેલ્થ ગેમ્સ 2010 ની ગોલ્ડ મેડલલીસ્ટ છે.

ગીતા ફોગાટ પહેલી ભારતીય મહિલા છે જેણે ઓલિમ્પિક (લંડન 2012) માં ભાગ લીધો હતો.

ગીતાને અર્જુન એવોર્ડથી પણ નવાજવામાં આવી છે.

બબીતા (25) અને વિનેશ(20) પણ કોમનવેલ્થ ગેમ્સ (2014) માં સુવર્ણ પદક વિજેતા રહી ચૂકી છે.

English summary
Geeta felt it was an honour for her and her family to watch the film with these luminaries.
Please Wait while comments are loading...