For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાફીઝે જણાવ્યું ભારતે સામે પાકની જીતનું રહસ્ય

By Super
|
Google Oneindia Gujarati News

hafeez
બેંગ્લોર, 27 ડિસેમ્બરઃ પાકિસ્તાનની ટી20 ટીમના સુકાની મોહમ્મદ હાફીઝે કહ્યું કે, બેંગ્લોરમા મંગળવારે રમાયેલી ટી-20 મેચમાં ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું નહીં રમવું પાક ટીમના હકમાં રહ્યું છે.

ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ અશ્વિનના સ્થાને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને મેદાન પર ઉતારવાનો નિર્ણય કર્યો પરંતુ જાડેજા બોલિંગ અને બેટિંગ બન્નેમાં નિષ્ફળ રહ્યો અને ભારતનો આ મેચમાં પાંચ વિકેટથી પરાજય થયો.

હાફીઝે કહ્યું કે, અમારી રણનીતિ એ હતી કે ભારત કોઇ સ્પેશ્યિલ સ્પિનર વગર રમી રહ્યું છે અને જો અમે નવી બોલ સાથે થોડોક સમય પસાર કરી લઇશું તો પછી અમે ભારતના અનિયમીત બોલર્સ પર હાવી થઇ શકીએ છીએ.

અશ્વિનનું ના રમવું અમારા હકમાં નથી. અમે જાણતા હતા કે યુવરાજ સિંહ સારા ફોર્મમાં છે, પરંતુ કોઇ વિશ્વસ્તરીય સ્પિનર નહીં હોવાના કારણે ભારતનું સ્પિન આક્રમણમાં નવીનતા નહીં હોય અને તેનો સીધો ફાયદો અમને મળશે, તેમ હાફીઝે કહ્યું છે.

અશ્વિનના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવેલા જાડેજાએ અંતિમ ઓવરમાં ફેંકેલી ચાર બોલ અને અન્ય બે ઓવરમાં 29 રન આપ્યા અને બેટિંગમાં તે માત્ર બે રન જ બનાવી શક્યો. બીજી તરફ 2010માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની કારકિર્દીની શુરઆત કરનાર અશ્વિન ટી20 મેચમાંથી બહાર રહ્યા. અશ્વિન પાસે એક અલગ દલીલ છે. તે કહે છે કે ચેલ્સીમાં ફર્નાડો ટોરેસને પણ બહાર રહેવું પડે છે.

English summary
Mohammad Hafeez has suggested that the decision to leave out R Ashwin, India's leading limited overs spinner, for the first Twenty20 helped Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X