રિયો ઓલિમ્પિક: જિમ્નાસ્ટ સાથે થયો દર્દનાક હાદસો, જુઓ વીડિયો
રિયો ઓલિમ્પિકમાં એક દર્દનાક ઘટના ઘટી ગયી છે. આ ઘટના ફ્રાન્સના જિમ્નાસ્ટ સમીર એટ સઈદ સાથે થયી છે. આ ઘટના ખુબ જ ભયાનક હતી જેની કલ્પના પણ કરવી મુશ્કિલ છે. હવામાં કલાબાજી દરમિયાન તેનું બેલેન્સ બગડી ગયું અને તેમની સાથે અત્યાર સુધીની સૌથી ભયાનક ઘટના ઘટી ગયી.

સમીરએ જેવી પ્રદર્શન માટે છલાંગ લગાવી તેમનું બેલેન્સ બગડી ગયું અને તેમનો પગ ખુબ જ ખરાબ રીતે ફ્રેક્ચર થઇ ગયો છે. ઘૂંટણની નીચેનો ભાગ 2 ટુકડામાં વેહેંચાઇ ગયો. રિપોર્ટ અનુસાર તેમનો પગ ખોટા એંગલમાં પડવાથી આવું થયું.
આ ઘટના દરમિયાન જેવી તેમને છલાંગ લગાવી અને તેમનો પગ જમીન પર પડતાની સાથે જ ઘૂંટણથી બે ટુકડામાં વેહેંચાઇ ગયો. ત્યાં હાજર લોકો એ પગ તૂટવાનો અવાઝ પણ સાંભળીયો હતો. આવી ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો જુઓ આ દર્દનાક ઘટનાનો વીડિયો...












Click it and Unblock the Notifications
