For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ અને બેંગલોરના ખેલાડીઓ હતા બુકીઝના સંપર્કમાં!

|
Google Oneindia Gujarati News

neeraj kumar
નવી દિલ્હી, 30 મે: આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલામાં ખુલાસાઓનો સિલસિલો બંધ નથી થઇ રહ્યો. દિલ્હી પોલીસની પૂછતાછ દરમિયાન સટ્ટેબાજ ચન્દ્રેશે પ્રતિક નામના એક બુકીનો ખુલાસો કર્યો છે.

ચન્દ્રેશે જણાવ્યું કે પ્રતિક નામના એક બુકીઝ હૈદરાબાદના ત્રણ ખેલાડીઓના સંપર્કમાં હતો. આ ઉપરાંત તેણે પોલીસને જણાવ્યું કે પ્રતિક બેંગલોરના બે ખેલાડીઓના સંપર્કમાં પણ હતો. ચન્દ્રેશનું કહેવું છે કે બુકી પ્રતિકે તેને આ તમામ ખેલાડીઓને મળાવવાની વાત પણ કરી હતી.

જોકે કોઇ કારણસર તેઓ આ ખેલાડીઓને મળી શક્યા ન્હોતા. હાલમાં પોલીસ ચન્દ્રેશની સતત પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં થયેલા આ ખુલાસા બાદ પોલીસે બુકી પ્રતિકની શોધખોળ આરંભી દીધી છે.

આ પહેલા દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે કહ્યું કે રાજસ્થાન રોયલ્સ ઉપરાંત વધું એક આઈપીએલ ટીમ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાની સંભાવના છે પરંતુ અત્યાર સુધી આ સંબંધમાં કોઇ સફળતા મળી નથી. કુમારને જ્યારે સ્પોટ ફિક્સિંગમાં અન્ય આઇપીએલ ટીમોની સંડોવણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બીજી આઇપીએલ ટીમની પણ સામેલગીરી હોવાની સંભાવના છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સફળતાની આશા સેવી રહી છે પંરતુ હજી સુધી સફળતા હાથ લાગી નથી. માટે અમે અમારા કેસના વ્યાપક પાસાઓને તપાસીશું.

English summary
IPL spot fixing : Hyderabad and Bangalore team players was in contact with bookies, says delhi police commissioner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X