'હું ફરીથી IPL કમિશ્નરનું પદ સંભાળવા માટે તૈયાર નથી'

સ્પોટ ફિક્સિંગનો મામલો પતવાને બદલે તુત પકડો જઇ રહ્યો છે. આ મામલામાં સતત બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનનું રાજીનામું માગવામાં આવી રહી છે. જેમાં આઇપીએલ કમિશ્નર અને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ પણ સવાલોના ઘેરામાં છે.
રાજીવ શુક્લાનું આ નિવેદન સાબિત કરે છે કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં ભલે તેમને કઇ ખબર ના હોય પરંતુ સટ્ટેબાજીના કાળા ધબ્બાએ આઇપીએલ કમિશ્નરને પણ દાગી બનાવી દીધા છે.
આ પહેલા રાજીવ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ. સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ. શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે, હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે. તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી. ભલામણ સીધી રીતે લાગૂ થાય.












Click it and Unblock the Notifications
