For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું કંઇ સાબિત કરવા નથી માંગતોઃ યુવી

By Super
|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 16 ઑક્ટોબરઃ દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ 208 રનની ઇનિંગ રમનાર યુવરાજ સિંહે કહ્યું છે કે મારે ના તો કોઇને ખોટા સાબિત કરવા છે અને ના તો હું કઇ સાબિત કરવા માંગુ છું. મારા પ્રયત્નો છે કે હું અંત સુધી રમું.

કેન્સરની સારવાર બાદ ટી20 વિશ્વકપમાં સફળ પુનરાગમન કરનાર યુવરાજે કહ્યું છે કે ટીકાકારો અંગે હું નથી વિચારતો, મારા પ્રયત્નો એ રહે છે કે મારી ટીમ માટે હું સારું પ્રદર્શન કરું. હું બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં જ મારું સો ટકા આપવાનો પ્રયત્ન કરું. ક્યારેક તેમાં સફળતાં મળે છે તો ક્યારેક નથી મળતી.
ટીમ ઇન્ડિયામાં યુવરાજના પુનરાગમન સામે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા, પરંતુ આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી બધાને ખોટા સાબિત કરી દીધા. સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ પોતાની ઇનિંગ દરમિયાન યુવરાજ સિંહે 243 બોલનો સામનો કર્યો હતો.

પોતાની ઇનિંગમાં યુવરાજે કહ્યું કે, રવિવારના દિવસે ખેલ પૂર્ણ થયો ત્યારે હું થાકી ગયો હતો. પરંતુ આ દિવસે મે 200 મીનિટ બેટિંગ કરી અને મારી રમતનો આનંદ લીધો હતો. હું વિચારું છું કે હું જેટલું રમીશ, મારું શરીર તેટલું ફીટ થતું રહેશે. જે રીતે મારું શરીર ફીટ થઇ રહ્યું છે, તેનાથી હું ખુશ છું.

English summary
Yuvraj Singh made a resounding comeback, with a gritty 208 for North Zone in the Duleep Trophy match against Central Zone in Hyderabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X