...તો સચિનનું બેટ ગાયબ કરવા માગતો હતો શોએબ અખ્તર!
મુંબઇ, 13 નવેમ્બર: ક્રિકેટના મેદાન પર સચિન તેંડુલકરના સૌથી મોટા પ્રતિદ્વંદીમાંથી એક રહેલા પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરે જણાવ્યું કે તેઓ હંમેશા સચિનનું બેટ ગાયબ કરવાના ફિરાકમાં રહેતા હતા. પરંતુ માસ્ટર બ્લાસ્ટરે એવી તક ક્યારેય આપી નહી.
શોએબે કાર્યક્રમ 'સલામ સચિન'માં આ ખુલાસો કરતા જણાવ્યું કે અમે વિચારતા હતા કે સચિનનું બેટ જ ગાયબ કરી દઇએ. પરંતુ સચિન હંમેશા પોતાનું બેગ જાતે જ ઉઠાવતો હતો. સચિન 14 નવેમ્બરથી પોતાની આખરી ટેસ્ટ રમવા માટે વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે જે તેની કારકિર્દીની 200મી ટેસ્ટ રહેશે.

પોતાના પુસ્તક 'કોન્ટ્રોવર્સિયલી યોર્સ'માં સચિન પર કરવામાં આવેલ એક કમેન્ટ અંગે સ્પષ્ટતા કરતા શોએબે જણાવ્યું કે તેમણે એવું ક્યારેય નથી કહ્યું કે સચિન તેમનાથી ડરતા હતા, બલકે તેણે પુસ્તકમાં એ લખ્યું છે કે સચિનને ટેનિસ એલ્બો હતો એટલા માટે તેઓ સચિનની એ કમજોરીનો ફાયદો ઉઠાવતો હતો.












Click it and Unblock the Notifications
