For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs BAN : બાંગ્લાદેશ સામે આ ખેલાડીના પત્તા કપાશે, કંઈક આવી હશે પ્લેઈંગ ઈલેવન!

T20 વર્લ્ડકપ હાલ રોમાંચક સ્થિતીમાં પહોંચ્યો છે. હાલ તમામ મોટી ટીમો સેમિફાઈનલ માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે હવે ભારત પણ આવતીકાલે સેમિફાઈનલમાં જગ્યા ફાઈનલ કરવા માટે મૈદાનમાં ઉતરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

T20 વર્લ્ડકપ હાલ રોમાંચક સ્થિતીમાં પહોંચ્યો છે. હાલ તમામ મોટી ટીમો સેમિફાઈનલ માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે હવે ભારત પણ આવતીકાલે સેમિફાઈનલમાં જગ્યા ફાઈનલ કરવા માટે મૈદાનમાં ઉતરશે. સાઉથ આફ્રિકા સામે ખરાબ હાર બાદ હવે ભારતે આ મેચ જીતવી ફરજીયાત છે. જો ભારત મેચમાં હારશે તો મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.

ભારત માટે મહત્વનો મુકાબલો

ભારત માટે મહત્વનો મુકાબલો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો આ મુકાબલો આવતીકાલે એડિલેટના મેદાનમાં રમાશે. ભારતીય ટીમ માટે આ કરો યા મરો મેચ છે. દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટે હાર બાદ કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાંથી ઘણા સ્ટાર્સને બહારનો રસ્તો દેખાડવામાં આવશે.

કેએલ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય

કેએલ રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય

ભારત માટે કેએલ રાહુલ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. તે હજુ સુધી સંતોષજનક પ્રદર્શન કરી શક્યો નથી. તે મોટી ઈનિગ્સ રમવામાં નિષ્ફળ ગયો છે. જો કે બીજે છેડે રોહિત શર્મા ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે ત્યારે આ મેચમાં પણ બન્ને ઓપનિંગ કરશે. આ માટે કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યુ હતું કે બન્ને ઓપનર માહિર ખેલાડી છે.

કોહલીનું ફોર્મ પ્લસ પોઈન્ટ

કોહલીનું ફોર્મ પ્લસ પોઈન્ટ

ત્રીજા નંબરે કોહલીનો કોઈ મુકાબલો નથી. વર્લ્ડકપમાં ધમાકેદાર શરૂઆત બાદ તે સાઉથ આફ્રિકા સામે નિષ્ફળ રહ્યો હતો પરંતુ તેના ફોર્મને જોતા તે મોટી ઈનિંગ્સ રમી શકે છે. તે અત્યારસુધીમાં 2 અડધી સદી ફટકારી ચુક્યો છે.

સુર્યકુમાર યાદવ ધમાકેદાર ફોર્મમાં છે

સુર્યકુમાર યાદવ ધમાકેદાર ફોર્મમાં છે

ભારત માટે મિડલ ઓર્ડરમાં સુર્યકુમાર યાદવ હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. સુર્યકુમારે દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર 68 રનની ઈનિંગ્સ રમી હતી. આ પછી ભારત માટે હાર્દિક પંડ્યા પણ મજબુત ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. તે બેટ અને બોલ બન્ને રીતે ટીમ માટે સફળ સાબિત થઈ રહ્યો છે. આ સિવાય વિકેટ કિપર તરીકે ઋષભ પંતને મોકો મળશે. આમ પણ દિનેશ કાર્તિક ઈજાગ્રસ્થ થયો છે.

અર્શદીપે બોલિંગથી બધાને ચૌકાવ્યા છે

અર્શદીપે બોલિંગથી બધાને ચૌકાવ્યા છે

બોલિંગ ઓર્ડરની વાત કરીએ તો ફાસ્ટ બોલિંગમાં કમાન ભુવનેશ્વરના હાથમાં રહેશે. આ સિવાય અર્શદીપ અને મોહમ્મદ શમીને મોકો મળી શકે છે. અર્શદીપ સિંહે અત્યારસુધી બોલિંગથી બધાને ચૌકાવ્યા છે.

અશ્વિન મોંઘો સાબિત થઈ રહ્યો છે

અશ્વિન મોંઘો સાબિત થઈ રહ્યો છે

ભારતની પ્વેઈંગ ઈલેવનમાં આર અશ્વિન મોકો મળવાની સંભાવના બહુ ઓછી છે. અશ્વિને સાઉથ આફ્રિકા સામે અધધ 43 રન આપ્યા હતા. હવે અશ્વિનની જગ્યાએ ચહને મોકો મળી શકે છે. આ સિવાય દીપક હુડ્ડાની જગ્યાએ અક્ષર પટેલને મોકો મળી શકે છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ.

English summary
IND vs BAN : No chance for this player to get chance against Bangladesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X