IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ આજથી ઓવલ ખાતે શરૂ થઈ રહી છે, જેમાં ટોસ ફરી એક વખત ઈંગ્લિશ કેપ્ટનની તરફેણમાં રહ્યો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ આજથી ઓવલ ખાતે શરૂ થઈ રહી છે, જેમાં ટોસ ફરી એક વખત ઈંગ્લિશ કેપ્ટનની તરફેણમાં રહ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે અને જોસ બટલરની જગ્યાએ ઓલી પોપને સામેલ કર્યા છે, જ્યારે સેમ કુરેનની જગ્યાએ ક્રિસ વોક્સને ટીમમાં સ્થાન મળ્યું છે.

IND vs ENG

ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટે જણાવ્યું કે, પરિસ્થિતીને જોતા અમે પહેલા બોલિંગ કરવા માગીએ છીએ, કારણ કે પીચમાં થોડું ઘાસ દેખાઇ રહ્યું છે અને બોલરો માટે પણ પરિસ્થિતિ યોગ્ય લાગે છે. અમે ટીમમાં બે ફેરફાર કર્યા છે, બટલરની જગ્યાએ ઓલી પોપ અને સેમ કુરેનની જગ્યાએ ક્રિસ વોક્સને સ્થાન આપ્યુ છે.

બીજી તરફ ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, જો અમે ટોસ જીત્યો હોત તો અમે પણ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હોત, પરંતુ આ એક એવી વસ્તુ છે જેના પર તમારું નિયંત્રણ નથી. તેથી અમે બેટિંગ માટે તૈયાર છીએ. કોહલીએ ભારતીય ટીમમાં બે ફેરફાર પણ કર્યા છે, જે અંતર્ગત ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીની જગ્યાએ ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉમેશ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પ્રથમ વખત પ્લેઇંગ 11 માં તક મળી હતી, જ્યારે નોટિંઘમ ટેસ્ટમાં ઇજાગ્રસ્ત શાર્દુલ ઠાકુર પણ પરત ફર્યો છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ એથર્ટન પણ સ્પિન માટે મદદરૂપ ગણાતી આ પીચ પર ફરી એક વખત રવિચંદ્રન અશ્વિનને ટીમમાં ન જોઈને આશ્ચર્ય પામ્યા હતા અને વિરાટ કોહલીને તેને સામેલ ન કરવાનું કારણ પૂછ્યું હતું. તેના જવાબમાં કોહલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડની ટીમમાં 4 બેટ્સમેનો ડાબા હાથથી બેટિંગ કરે છે, આ સિવાય રવિન્દ્ર જાડેજા પણ બેટિંગમાં ટીમને વધુ સંતુલન આપે છે. અમને આશા છે કે જાડેજા આ મેદાન પર બોલિંગ અને બેટિંગમાં મહત્વનું યોગદાન આપી શકે છે.

નોંધનીય છે કે ભારતીય ટીમે વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેને પડતો મૂક્યો નથી અને વિરાટ સેનાએ તેને ફરી એક વખત તે જ બેટિંગ ક્રમમાં ઉતાર્યો છે, જેણે અત્યાર સુધી રમાયેલી 3-મેચની શ્રેણીમાં ખાસ યોગદાન આપ્યું નથી.

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(c), અજિંક્ય રહાણે, રિષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન: રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (c), ઓલી પોપ, જોની બેયરસ્ટો (wk), મોઇન અલી, ક્રિસ વોક્સ, ક્રેગ ઓવરટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X