For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SA: ભારત-દક્ષિણ આફ્રિકા મેચ દરમિયાન વરસાદની કેટલી સંભાવના?

ભારતે T20 વર્લ્ડકપમાં ધમાકેદાર શરૂઆત કરી છે. પહેલા પાકિસ્તાન અને ત્યારબાદ નેધરલેન્ડને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમનો આગળનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પર્થ : ભારતે T20 વર્લ્ડકપમાં ધમાકેદાર શરૂઆત કરી છે. પહેલા પાકિસ્તાન અને ત્યારબાદ નેધરલેન્ડને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમનો આગળનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે છે. સાઉથ આફ્રિકા સામે જીતીને ભારત પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબુત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો કે આ મેચમાં વરસાદ વિલન બની શકે છે.

વરસાદ વિલન બની શકે

વરસાદ વિલન બની શકે

ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલા વર્લ્ડકપમાં વરસાદે મોટા ઉલટફેર કર્યા છે. વરસાદને કારણે અત્યારસુધીમાં 4 મેચ રદ્દ થઈ ચુકી છે. વરસાદને કારણે જ ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમ પણ આયરલેન્ડ સામે હારી ગઈ હતી. હવે ઈંગ્લેન્ડ માટે સેમિફાઈનલ સુધી પહોંચવાનો રસ્તો કપરો બની ગયો છે. જો કે હવે આગાની મેચમાં ભારતને પણ વરસાદ નડી શકે છે.

વરસાદ ભારતીય ટીમનો ખેલ બગાડી શકે

વરસાદ ભારતીય ટીમનો ખેલ બગાડી શકે

ભારતીય ટીમના નસીબ સારા છે કે અત્યારસુધી ટીમને વરસાદનો સામનો કરવો પડ્યો નથી. જો કે આગામી સમયમાં વરસાદ ભારતની પણ ગેમ બગાડી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રવિવારે સાંજે 4.30 વાગ્યે ભારત અને સાઉથ આફ્રિકા મેદાનમાં ઉતરશે. આ મેચ વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પણ ભવિષ્ય નક્કી કરશે.

હવામાન વિભાગે શું કહ્યુ?

હવામાન વિભાગે શું કહ્યુ?

હવામાન વિભાગનું માનીએ તો, આ મેચમાં પણ વરસાદની સંભાવના છે. મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે. રવિવારે પર્થમાં ભારે પવન અને વાદળછાયા વાતાવરણ સાથે 17 ટકા વરસાદની છે. જો કે મેચ રદ્દ થવાની શક્યતાઓ ઓછી છે. વરસાદના કારણે મેચ ટુંકી થઈ શકે છે. ભારત માટે આ જીત સેમિફાઈનલનો રસ્તો આસાન બનાવી દેશે.

પર્થની પિચ કેવી રહેશે?

પર્થની પિચ કેવી રહેશે?

પિચની વાત કરીએ તો પર્થ વિશ્વની સૌથી ઝડપી પિચો પૈકીની એક છે અને ઝડપી બોલરોને તેનો લાભ મળી શકે છે. પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી મેચમાં ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો. કાગિસો રબાડા, વાન પાર્નેલ અને નોર્કિયા આ પીચ પર ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકવાનું કામ કરી શકે છે. ભારતને પણ મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ પાસેથી આશા રહેશે.

4 મેચ રદ થઈ ચુકી છે

4 મેચ રદ થઈ ચુકી છે

અહીં તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપની ચાર મેચ વરસાદના કારણે રદ્દ થઈ છે. ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે થઈ શકી ન હતી. આ પછી સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ પણ વરસાદને કારણે કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ હતી. બીજી તરફ 28 ઓક્ટોબર શુક્રવારે પહેલા આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન અને ત્યારબાદ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે થઈ શકી ન હતી. આ બંને મેચ મેલબોર્નમાં રમાવાની હતી.

English summary
IND vs SA: How likely is rain during India-South Africa match?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X