For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL : શ્રીલંકા સામે ભારતની 67 રને જીત, કોહલીની સદી અને ઉમરાન મલિકની 3 વિકેટ

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતે શ્રીલંકન ટીમને 67 રનથી હરારી પહેલા વનડેમાં જીત મેળવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુવાહાટી : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતે શ્રીલંકન ટીમને 67 રનથી હરારી પહેલા વનડેમાં જીત મેળવી છે. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 373 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારી 113 રનની ઈનિંગ્સ રમી હતી. બીજી તરફ ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી શ્રીલંકન ટીમ 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે.

IND vs SL

ટોસ હારીને બેટિંગમાં આવેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 143 રનની મોટી ભાગીદારી કરી હતી. ગિલ પોતાની ફિફ્ટી પૂરી કર્યા બાદ ઝડપી રમી રહ્યો હતો પરંતુ 60 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. અહીં રોહિત શર્મા પણ તોફાની બેટિંગ કરી રહ્યો હતો અને તેણે 67 બોલમાં 83 રન બનાવ્યા હતા. રોહિત શર્મા સહેજ માટે સદી ચુક્યો હતો.

વિરાટ કોહલી ધમાકેદાર પ્રદર્શન કરતા ઝડપી બેટિંગ કરી શાનદાર શરૂઆતને આગળ ધપાવવામાં સફળ રહ્યો હતો અને તેણે 80 બોલમાં 45મી વન ડે સદી ફટકારી હતી. તે 113 રન બનાવીને આઉટ થયો હતો. વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકરથી માત્ર 4 સદી પાછળ છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે 28 અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી રાજિતાએ 3 વિકેટ ઝડપી હતી.

બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકાએ શરૂઆતથી જ વિકેટો ગુમાવી હતી. ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસને સિરાજે એક પછી એક 5 અને 0 રને આઉટ કર્યા હતા. આ પછી શ્રીલંકા વિકેટો ગુમાવતી રહી. અહીં જો કે પથુમ નિસંકા ક્રિઝ પર ટકી રહ્યો અને તેને ધનંજય ડી સિલ્વાએ સાથ આપ્યો. ડી સિલ્વા 47 અને નિસાન્કા 69 રન બનાવીને આઉટ થયા હતા. બાદમાં કેપ્ટન શનાકા લડતો રહ્યો પરંતુ અન્ય બેટ્સમેનો આઉટ થતા ગયા. શનાકા 108 રન બનાવી અણનમ રહ્યો અને શ્રીલંકા 8 વિકેટે 306 રન બનાવી શકી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 અને સિરાજે 2 વિકેટ ઝડપી.

English summary
IND vs SL: India win by 67 runs against Sri Lanka, Kohli's century and Umran Malik's 3 wickets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X