For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs WI : ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું, ત્રીજા વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 96 રનથી હરાવ્યું!

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. રોહિત શર્માના ફુલ ટાઈમ કમાન્ડ હેઠળ ટીમ ઈન્ડિયાની આ પ્રથમ વનડે શ્રેણી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. રોહિત શર્માના ફુલ ટાઈમ કમાન્ડ હેઠળ ટીમ ઈન્ડિયાની આ પ્રથમ વનડે શ્રેણી હતી. ભારતે શ્રેણીની ત્રીજી મેચ 96 રને જીતી લીધી હતી.

IND vs WI

રોહિતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને શ્રેયસ અય્યર અને ઋષભ પંતની અડધી સદી સાથે વોશિંગ્ટન સુંદર અને દીપક ચહરના ઉપયોગી યોગદાનને કારણે ભારતે 50 ઓવરમાં 265 રન બનાવ્યા, જેના જવાબમાં કેરેબિયન ટીમ 37.1 ઓવરમાં 169 રન બનાવીને આઉટ થઈ ગઈ.

વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી, સિરાજે 5 રનના સ્કોર પહેલા શાઈ હોપને આઉટ કર્યો.. જો કે રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ સ્ટમ્પની ઉપર આવી રહ્યો હતો, હોપે રિવ્યુ લીધો ન હતો. આ પછી બ્રેડન કિંગ (14) અને શમરા બ્રૂક્સ (0) દીપક ચહરની શાનદાર બોલીંગ સામે આઉટ થયા હતા. આ પછી પાછલી મેચના હીરો પ્રખ્યાત કૃષ્ણાએ અનુભવી ડેરેન બ્રાવો (20) અને જેસન હોલ્ડર (6)ને પેવેલિયનમાં મોકલી દીધા હતા.

અહીં કુલદીપ યાદવે વિન્ડીઝના બેટ્સમેનોને પોતાના સ્પિનમાં ફસાવ્યા, તેણે ફેબિને એલનને ગોલ્ડન ડક પર પંતના હાથે કેચ કરાવ્યો અને પછી ઝડપી બેટિંગ કરી રહેલા કેરેબિયન કેપ્ટન નિકોલસ પૂરનને પણ કેચ કરાવ્યો. પૂરને 39 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 34 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી ઓડિયન સ્મિથે ફરી એક કેમિયો કર્યો. તોફાની સ્ટાઈલ બતાવતા તેણે 18 બોલમાં 36 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજ દ્વારા આઉટ થતા પહેલા સ્મિથે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.

વિન્ડીઝના પૂંછડીયા બેટ્સમેન અલઝારી જોસેફ અને હેડન વોલ્શે થોડી લડાઈની ભાવના બતાવી અને તેમની ટીમને 150 પાર કરવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. બંનેએ 9મી વિકેટ માટે 47 રન જોડ્યા હતા. જોસેફે 29 અને વોલ્શે 13 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં ક્રિષ્ના અને સિરાજને 3-3 જ્યારે દીપક ચહર અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી હતી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ ભારતીય વન ડે ટીમની કપ્તાની છોડ્યા બાદ હવે રોહિત શર્માના હાથમાં વન ડેની કમાન આવી છે. હવે તેની પરિક્ષા થવા જઈ જઈ રહી છે.

English summary
IND vs WI: India beat West Indies 3-0, beat West Indies by 96 runs in the third ODI!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X