For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયન ક્રિકેટ ‘ફોર્સ’ મિશન રાજકોટ માટે તૈયાર

By Super
|
Google Oneindia Gujarati News

રાજકોટ, 10 ઓક્ટોબરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે એકમાત્ર ટી20 મેચ રમાવા જઇ રહી છે. આ મેચમાં બધાની નજર યુવરાજ સિંહ પર રહેશે. આગામી વ્યસ્ત સત્રનો આગાઝ કરનારી આ મેચમાં ભારતે જ્યાં પોતાની મજબૂત ટીમને ઉતારી છે, ત્યાં જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટાભાગના ખેલાડી બીનઅનુભવી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા પોતાના યુવા ખેલાડીઓને અજમાવી રહ્યાં છે.

જો કે, હવામાનની અસર મેચ પર પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ સહિત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસા પડી રહ્યો છે અને ગુરુવારે પણ મોસમ વિભાગે વરસાદ પડશે તેવી આશંકા વ્યક્ત કરી છે. ભારતના મોટ ભાગના ખેલાડીઓએ ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટ અથવા ભારત એ માટે રમીને તૈયારી પૂર્ણ કરી લીધી છે. આંતરરાષ્ટ્રિય ક્રિકેટથી બે મહિનાના બ્રેક બાદ સુકાની મહેન્દ્ર સિંહ ધોની જીત સાથે શરૂઆત કરવા ઇચ્છશે.

જો કે, કહેવાય છે કે, આ મેચમાં સૌથી વધુ રોમાંચકતા યુવરાજ સિંહને લઇને છે. જેણે ભારત એ અને ઇન્ડિયા બ્લૂ માટે સારું પ્રદર્શન કરીને ટીમમાં પુનરાગમન કર્યું છે. યુવરાજે વેસ્ટ ઇન્ડિઝ એ વિરુદ્ધ બેંગ્લોરમાં ટી20 મેચમાં 35 બોલમાં 52 રન ફટકાર્યા હતા. તે પોતાની સ્પીન બોલિંગથી પણ ઘણો જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના બે ખેલાડી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ ઘરેલુ મેદાનમાં સારુ પ્રદર્શન કરવા ઇચ્છશે. જો કે, ઉનડકટને લઇને નિર્ણય મેચ દરમિયાન કરવામાં આવશે. આ મેચ સાંજે સાત વાગે લાઇવ પ્રસારિત કરવામાં આવનારી છે.

ન્યુ જર્સીમાં સજ્જ ટીમ ઇન્ડિયા

ન્યુ જર્સીમાં સજ્જ ટીમ ઇન્ડિયા

રાજકોટ ખાતે રમાઇ રહેલી ટી20 મેચ દરમિયાન ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે.

નવી જર્સીમાં ફોટોશૂટ

નવી જર્સીમાં ફોટોશૂટ

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ નવી જર્સી પહેરીને ફોટોશૂટ કરાવ્યો હતો.

યુવરાજની આકરી મહેનત

યુવરાજની આકરી મહેનત

ભારત એ તરફથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ રાષ્ટ્રિય ટીમમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે યુવરાજે રાજકોટમાં પણ આકરી મહેનત કરી હતી.

ધવન અને જાડેજા પર પણ રહેશે નજર

ધવન અને જાડેજા પર પણ રહેશે નજર

આ તકે શિખર ધવન અને સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજા પર પણ બધાની નજર રહેશે. કારણ કે, રવિન્દ્ર જાડેજાનું આ હોમ ગ્રાઉન્ડ ગણાય છે.

રોહિત શર્માએ કરી ફિલ્ડિંગની પ્રેક્ટિસ

રોહિત શર્માએ કરી ફિલ્ડિંગની પ્રેક્ટિસ

ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા રોહિત શર્મા અને શિખર ધવને ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરી હતી.

વિજયી પ્રારંભ કરવા સજ્જ

વિજયી પ્રારંભ કરવા સજ્જ

આ તકે રાજકોટથી વિજયી પ્રારંભ કરવા માટે સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં સારો એવો સમય વિતાવ્યો હતો.

રણનીતિની ચર્ચા

રણનીતિની ચર્ચા

સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની ફ્લેચર સાથે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવવા માટેની રણનીતિ પર વિશેષ ચર્ચા કરી હતી.

English summary
India vs Australia. This term makes one sit up and take notice for all the riveting stuff the two cricketing giants have thrown up every time they have met on the field, be it in Test matches or one-day internationals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X