બીજી ટેસ્ટઃ રહાણેની સદી, પહેલી ઇનિંગમાં ભારતના 438
વેલિંગ્ટન, 15 ફેબ્રુઆરીઃ વેલિંગ્ટન ટેસ્ટના બીજા દિવસે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. અજિંક્યા રહાણે(118), શિખ ધવન(98) અને સુકાની મહેન્દ્ર સિંહ ધોની (68)ની શાનદાર બેટિંગની મદદથી ભારતે પહેલી ઇનિંગમાં 438 રન બનાવી લીધા છે. આ સાથે જ ભારતને ન્યુઝીલેન્ડ સામે 246 રનની લીડ મળી ગઇ છે.

ન્યુઝીલેન્ડની બોલિંગની વાત કરવામાં આવે તો બીજો દિવસે ન્યુઝીલેન્ડ બોલર્સે વિકેટ મેળવવાની સાથોસાથ રનનો પણ વરસાદ કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટ, સાઉથી અને વેંગરે 3-3 વિકેટ મેળવી હતી, જ્યારે નીશામને એક વિકેટ મળી હતી.












Click it and Unblock the Notifications
