For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટેરામાં ભારતે શ્રેણી કરી સરભર, પાક સામે 11 રનથી વિજય

|
Google Oneindia Gujarati News

yuvraj-singh
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ ભારતે પાકિસ્તાનને બીજી ટી-20 મેચમાં 11 રનથી હરાવી દીધું છે. ભારત દ્વારા આપવામાં આવેલા 193 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન ક્રિકેટ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી. ભારત તરફથી અશોક ડિંડાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે યુવરાજે શાનાદાર 72 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હાફિઝે 55 રનની ઇનિંગ રમી હતી જ્યારે ઉમરગુલે ચાર વિકેટ મેળવી હતી. શાનદાર પ્રદર્શન બદલ યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની ઇનિંગની શરૂઆત નાસિર જમશેદ અને અહમદ શહજાદે કરી હતી. જમશેદ 42 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. જ્યારે શહજાદ 31 રન પર યુવરાજનો શિકાર થયો હતો. ઉમર અકમલ 24 રન પર ડિંડાની ઓવરમાં બોલ્ડ થયો હતો. શાહિદ આફ્રિદી માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. હાફિઝ ડિંડાની ઓવરમાં રૈનાના હાથે 55 રન પર કેચ આઉટ થયો હતો. કામરાન અકમલ પાંચ રન પર ડિંડાની ઓવરમાં, ઉમર ગુલ ઇશાંત શર્માની ઓવરમાં આઉટ થયો હતો શોએબ મલિક ત્રણ રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ડિંડાએ ત્રણ, ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, અશ્વિન અને યુવરાજે એક-એક વિકેટ ઝડપી હતી.

આ પહેલા ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુવરાજસિંહે 36 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારી શાનદાર 72 રન ફટકાર્યા હતા. તેમજ ધોની પણ તેના ફોર્મમાં પાછો ફર્યો હોય તેમ 23 બોલમાં શાનદાર 33 રન બનાવ્યા હતા. ગંભીરે 21 રન, રહાણેએ 28 રન, કોહલીએ 27 રન, ધોનીએ 33 રન અને યુવરાજ સિંહે 72 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા ચાર અને સુરેશ રૈના એક રન બનાવી અણનમ રહ્યાં હતા. તેમજ પાકિસ્તાન તરફથી એક માત્ર ઉમર ગુલે 4 ઓવરમાં 37 રન આપીને શાનદાર 4 વિકેટ ઝડપી હતી.

English summary
India clinched a nerve wracking 11 run victory over arch rivals Pakistan in the second T20 International to level the series here on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X