નસીબદાર છે ભારત કે તેની પાસે ધોની છે: મૂડી

મૂડીએ કહ્યું કે ધોની ખાસ છે. ખેલના કોઇપણ રૂપમા તે જોરદાર પ્રદર્શન કરે છે. તે ઘણો ખાસ ક્રિકેટર છે અને સુકાની પણ. ચેન્નાઇ અને ભારત ઘણા નસીબદાર છે તેમની પાસે ધોની છે. ધોનીની આક્રમક અડધીસદીના જોરે ગત કાલે ચેન્નાઇએ આઇપીએલની મેચમાં હૈદરાબાદ સામે વિજય મેળવ્યો હતો.
મૂડીએ કહ્યું કે, તેની ટીમ 10-15 રન પાછળ રહી. શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ શિખર ધવન અને આશીષ રેડ્ડીના બેટિંગના જોરે અમે પુનરાગમન કર્યું. અમે વધુ રન બનાવી શકતા હતા પરંતુ અમે જલદી વિકેટ ગુમાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
