એશિયા કપ 2017: ભારતે પાકિસ્તાનને આપી કારમી હાર

Written By:
Subscribe to Oneindia News

એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામ-સામે થઇ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવી ગ્રૂપમાં પહેલા નંબરે સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પોતાની પહેલી મેચમાં જાપાનને 5-1થી માત આપી હતી અને બીજી મેચમાં બાંગ્લાદેશની ટીમને 7-0થી હરાવી ગ્રૂપમાં ટોપ સ્થાન મેળવ્યું હતું. આ પહેલાં ભારત અને પાકિસ્તાનની ટીમો હોકી વર્લ્ડ લિગ સેમિ-ફાઇનલમાં લંડનમાં સામ-સામે થઇ હતી, આ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી અને હવે બીજી વાર એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે.

hockey match ind v pakistan

પાકિસ્તાને આ ટૂર્નામેન્ટની શરૂઆત બાંગ્લાદેશને 7-0થી હરાવીને કરી હતી, પરંતુ બીજી મેચમાં જાપાને પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું. છેલ્લા ચાર સ્થાનમાંથી એકમાં જગ્યા મેળવવા માટે પાકિસ્તાનની ટીમ માટે આ મેચ જીતવી અનિવાર્ય હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ 47 મિનિટ બાદ પહેલો ગોલ કરી શકી હતી, જ્યારે ભારત પાસે 2 પોઇન્ટની લીડ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.

English summary
India vs Pakistan Hockey Match: India beat Pakistan by 3-1.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.