For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડથી આવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝ સાથે ટરકાશે ભારત

|
Google Oneindia Gujarati News

bcci-logo
બેંગ્લોર, 15 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ પ્રવાસ ખતમ કરીને ટીમ ઇન્ડિયા જ્યારે ભારત પરત ફરશે તો મોટાભાગના ખેલાડી પહેલા ટી-20 ચેમ્પિયન્સ લીગમાં જોવા મળશે, પરંતુ આ ટૂર્નામેન્ટ ખતમ થતાની સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શ્રેણી રમવાની છે.

બીસીસીઆઇએ ગુરુવારે 5 મેચોની વનડે શ્રેણી, 1 ટી-20 અને ત્રણ ટેસ્ટ મેચો માટે તારીખો અને શહેરોની જાહેરાત કરી દીધી છે. 5 મેચોની વનડે શ્રેણીની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ કોચીમાં રમાશે અને અંતિમ વનડે મેચ 20 ઓક્ટોબરના રોજ ધર્મશાળા ખાતે રમાશે. એકમાત્ર ટી-20 મેચ દિલ્હી ખાતે 22 ઓક્ટોબરે રમાશે. ત્યારબાદ પહેલી ટેસ્ટ 30 ઓક્ટોબરના રોજ હૈદરાબાદ ખાતે રમાશે અને અંતિમ ટેસ્ટ મેચ 15 નવેમ્બરના રોજ રમાશે. તો ભારત-વેસ્ટ ઇન્ડિઝ શ્રેણીના કાર્યક્રમ પર એક નજર ફેરવીએ.

વનડે શ્રેણી કાર્યક્રમ

  • પહેલી વનડે- કોચી(નહેરુ સ્ટેડિયમ)- 8 ઓક્ટોબર
  • બીજી વનડે- વિશાખાપટ્ટનમ- 11 ઓક્ટોબર
  • ત્રીજી વનડે કટક- 14 ઓક્ટોબર
  • ચોથી વનડે- કોલકતા- 17 ઓક્ટોબર
  • પાંચમી વનડે- ધર્મશાળા- 20 ઓક્ટોબર

ટી-20 મેચ

  • નવી દિલ્હી- 22 ઓક્ટોબર

ટેસ્ટ શ્રેણી

  • પહેલી ટેસ્ટ- હૈદરાબાદ- 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર
  • બીજી ટેસ્ટ- બેંગ્લોર- 7 નવેમ્બરથી 11 નવેમ્બર
  • ત્રીજી ટેસ્ટ- અમદાવાદ- 15 નવેમ્બરથી 19 નવેમ્બર
English summary
India-West Indies three-match Test series will begin in Hyderabad on October 30 this year, BCCI announced today. However, the tour starts with the ODIs on October 8.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X