ભારતને સસ્પેન્ડ કરતી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી

અધિકારીઓએ કહ્યું કે, ભારતીય ઓલિમ્પિક એસોશિયેશન વર્લ્ડ બોડીના નિયમો પર ચૂંટણીમાં માન્ય કરવામાં નિષ્ફળ જતાં આઇઓસી એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
અધિકારીઓએ પોતાના નામ જણાવ્યા નથી કારણ કે અધિકૃત જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. બુધવારની ચૂંટણી માટે ભારતીય બોડી પોતાના ધારા-ધોરણોને અનુસરી છે અને ઓલિમ્પિક ચાર્ટર તથા સરકારના સ્પોર્ટ્સ કોડને ફોલો કર્યા નથી. તેમ આઇઓસીએ જણાવ્યું હતું.
સંસ્પેન્શનનો અર્થ એ કે ભારતીય બોડીને આઇઓસી તરફથી ફંડ નહીં મળે તેમજ તેના અધિકારીઓ ઓલિમ્પિકની મીટિંગ અને ઇવેન્ટ્સમાં ભાગ નહીં લઇ શકે. ભારતીય એથલીટ્સ દેશના રાષ્ટ્રધ્વજ સાથે ઓલિમ્પિક ઇવેન્ટમાં ભાગ નહીં લઇ શકે.












Click it and Unblock the Notifications
