IPL 2021 : KKR એ દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી!
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની બીજી ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે શારજાહમાં રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની બીજી ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે શારજાહમાં રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ જીતમાં રાહુલ ત્રિપાઠીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. KKR ને 2 બોલમાં 6 રનની જરૂર હતી અને તમામ ખેલાડીઓ એક પછી એક આઉટ થઈ ગયા હતા. તે સમયે તેને છેલ્લી ઓવરના પાંચમા બોલ પર છગ્ગો ફટકારીને ત્રીજી વખત કેકેઆરને આઈપીએલની ફાઇનલમાં લઈ ગયો હતો. આ સિવાય વેંકટેશ અય્યરે KKR તરફથી સૌથી વધુ 55 રનની ઇનિંગ રમી હતી.
ટોસ હારીને પહેલા રમતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. કેકેઆરના બોલરોએ શાનદાર બોલિંગ કરી દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોને બેકફૂટ પર રાખ્યા હતા. શ્રેયસ અય્યરે દિલ્હી માટે 27 બોલમાં અણનમ 30 રનની ઈનિંગ રમી હતી. KKR તરફથી વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી. આ સાથે જ શિવમ માવી અને લોકી ફર્ગ્યુસને પણ એક-એક વિકેટ લીધી હતી.
KKR ત્રીજી વખત IPL ની ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ 2012 અને 2014 માં KKR એ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં IPL નું ટાઇટલ મેળવ્યું હતું.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
