IPL 2024 Auction : ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ માલામાલ, આઈપીએલ હિસ્ટ્રીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ વખતે ઓક્શનમાં ઓસ્ટ્રેલિય કેપ્ટન પેટ ટમિન્સે બાજી મારી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ માટેનું ઓક્શન દુબઈના કોકા-કોલા એરેના ખાતે યોજાયુ છે. અહીં પેટ કમિન્સે હરાજીમાં ઇતિહાસ રચ્યો છે, તે IPLનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર પેટ કમિન્સ જમણા હાથનો બેટ્સમેન છે અને IPL-2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કારણે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સીઝન ચૂક્યો હતો. પેટ કમિન્સે આઈપીએલ 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યુ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
