IPL 2025 : RCB ના નવા કેપ્ટન કોણ હશે? જાણો કોહલી સાથે રેસમાં કોના કોના નામ?
IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેગા ઓક્શનમાં ઘણા સ્ટાર ખેલાડીઓને તેની ટીમમાં સામેલ કર્યા છે. હવે ટીમ નવા કેપ્ટન કોને બનાવે છે તેના પર તમામની નજર છે.
અહેવાલો અનુસાર, RCB વિરાટ કોહલીને ફરીથી વિરાટ કોહલીને ટીમની કમાન સોંપી શકે છે. જો કે અન્ય ખેલાડીઓ પણ રેસમાં છે.

વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. જો તે ફરીથી આરસીબીનું નેતૃત્વ કરે છે તો તે ટીમમાં સારો ફેરફાર લાવી શકે છે.
અહીં સવાલ એ છે કે, RCB મેનેજમેન્ટ ટીમ કોહલીને ફરીથી કેપ્ટન બનાવવાનો નિર્ણય લે છે કે પછી ટીમમાં નવા કેપ્ટનની પસંદગી કરે છે.
રજત પાટીદાર વિરાટ કોહલી પછી RCBનો મહત્વનો બેટ્સમેન બન્યો છે. રજત પાટીદાર હાલ શાનદાર ફોર્મમાં છે. તે હાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને અહીં પણ તેની કેપ્ટનશિપ સફળ રહી છે.
આટલી સફળતા છતાં તેની બેટિંગ પર કોઈ દબાણ હોય તેવું લાગતું નથી અને તે સતત રન બનાવી રહ્યો છે. ટીમ તેના નામ વિશે વિચારી શકે છે.
કૃણાલ પંડ્યા પણ અનુભવી કેપ્ટન છે. કૃણાલે બરોડા ટીમ સાથે શાનદાર કેપ્ટનશિપ કરી છે. તેણે રાજ્યની ટીમને ઘણી વખત સફળતા અપાવી છે. આ સિવાય T-20 ફોર્મેટમાં તેનો અનુભવ તેને અસરકારક કેપ્ટન બનાવે છે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેની ટીમના શાનદાર પ્રદર્શનને જોતા તે કેપ્ટનશિપનો દાવેદાર છે.
આ લિસ્ટમાં ભુવનેશ્વર કુમારનું નામ પણ સામેલ છે. યુપી T20 લીગ અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરનાર ભુવનેશ્વર કુમારને પણ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
ભુવનેશ્વર કુમારનો અનુભવ અને ક્રિકેટની ઊંડી સમજ તેને એક ઉત્તમ કેપ્ટન બનાવી શકે છે. તે માત્ર બોલિંગમાં જ નહીં વ્યૂહરચના અને ટીમના વાતાવરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. લાંબા સમય સુધી ક્રિકેટ રમવાના કારણે તેની રમતની સમજ ઘણી ઊંડી છે, જે તેને ટીમનું આયોજન કરવામાં અને મેચ દરમિયાન નિર્ણય લેવામાં મદદ કરે છે.












Click it and Unblock the Notifications
