IPL-6: રોમાંચક મુકાબલામાં ચેન્નાઇની બેંગલોર સામે જીત

મેચનો નિર્ણય છેલ્લા બોલ પર નાટકીય રીતે થયો હતો. રોયલ ચેલેન્જર્સ દ્વારા આપવામાં આવેલા 166 રનોના લક્ષ્યનો પીછો કરી રહેલી સુપર કિંગ્સને જીત માટે છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી. બોલિંગ રુદ્ર પ્રતાપસિંહ કરી રહ્યા હતા. રુદ્રએ બોલ નાખ્યો અને જાડેજાએ થર્ડમેનના ઉપરથી છગ્ગો લગાવવાનો પ્રયત્ન કર્યો. જાડેજા ત્યાં ઉપસ્થિત એક ફિલ્ડરના હાથે કેચ થઇ ગયો. બેંગલોરની ટીમે આ સાથે જ પોતાની જીતની ખુશી મનાવવાની શરુઆત કરી દીધી. પરંતુ એમ્પાયર એ. કે. ચોધરીએ નો બોલનો ઇશારો આપ્યો. બંને બેટ્સમેને એક રન પણ પૂરો કરી લીધો હતો.
આ રીતે એક નો બોલ અને દોડીને પૂરો કરેલો એક રનના કારણે સુપર કિંગ્સે ખુબ જ નાટકિય અંદાજમાં આ મેચ જીતી લીધી. સુપર કિંગ્સની આ ત્રીજી મેચમાં બીજી જીત છે જ્યારે રોયલ ચેલેન્જર્સને પાંચ મેચોમાં બીજી હાર મળી છે.
સુપર કિંગ્સને નિશ્ચિતરીતે આ જીત નસીબના જોરે મળી છે. બેંગલોરના બોલરોએ સુપર કિંગ્સના બોલરોએ બેટ્સમેનોને શરુઆતના તબક્કામાં રન બનાવવા ના દીધા એ જ કારણે પારીના અંતિમ ક્ષણોમાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્રસિંહ જાડેજા માટે ખુબ જ તણાવભર્યા સાબિત થયા.
ચેન્નાઇ તરફથી રૈનાએ 30, બદ્રિનાથે 34, ધોનીએ 33, જ્યારે જાડેજાએ 38 રન ફટકાર્યા હતા. જ્યારે બેંગલોર તરફથી રવિ રામપૌલે શાનદાર 3 વિકેટ, સઇદ મોહમ્મદે 2, અને વિનય કુમારે એક વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
