For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતુરતાનો અંતઃ કોલકતામાં આજથી IPLનો શાનદાર આગાઝ

By Super
|
Google Oneindia Gujarati News

IPL
કોલકતા, 2 એપ્રિલઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાના વિશાળકાય સોલ્ટ લેક સ્ટેડિયમ, આઇપીએલની છઠ્ઠી આવૃતિના ઉદ્દઘાટન સમારોહને લઇને સંપૂર્ણપણે તૈયાર છે. ટી20 ક્રિકેટના આ મહાઆયોજનનું ઉદ્દઘાટન આજ સાંજથી થવાનું છે. આઇપીએલની ફ્રેન્ચાયઝી ટીમના માલિક અને ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ઉદ્દઘાટન સમારોહના આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે. આ કંપની પાસે ફિલ્મ નિર્માણની સાથો-સાથ આ પ્રકારના કાર્યક્રમોના આયોજનનો સારો એવો અનુભવ છે.

ઉદ્દઘાટન સમારોહમાં ક્રિકેટ, ફિલ્મ અને રાજનીતિની મોટી-મોટી હસ્તીઓ પહોંચશે તેવી આશા છે. આ કારણે કોલકતાની તમામ પ્રમુખ હોટલો, હવાઇ મથકો અને સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સમારોહમાં શાહરુખ ઉપરાંત દીપિકા પાદૂકોણ, કેટરીના કૈફ અને અમેરિકન રેપર પિટબૂલ કાર્યક્રમ રજૂ કરશે.

પહેલા આ સમારોહ માટે હોલિવૂડની દિગ્ગજ ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેજનું નામ સામે આવ્યું હતું, પરંતુ આયોજકોએ અંતિમ સમયે પિટબુલની સાથે કરાર કરતા લોપેજનું પહેલીવાર ભારતમાં કાર્યક્રમ રજૂ કરવાની સંભાવનાઓ ખત્મ થઇ ગઇ છે. આઇપીએપના કમિશનર અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે સાત સપ્તાહ સુધી ભારતના વિભિન્ન શહેરોમાં આયોજિત થનારી આઇપીએલની છઠ્ઠી આવૃતિની ભવ્યતાને જોતા ઉદ્દઘાટન સમારોહને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમારોહમાં રવીન્દ્ર સંગીતથી લઇને પિટબુલના રૈપ સંગીતને સાંભળવા મળશે. પહેલીવાર કોલકતામાં થઇ રહેલા ઉદ્દઘાટન સમારોહ માટે હજારોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચે તેવી આશા છે. એટલું જ નહીં, આ સમારોહમાં કોલકતામાં હાઇસ્કૂલ અને કોલેજના 300 બાળકો પણ પરફોર્મન્સ કરશે.

English summary
The Indian Premier League T20 tourney opens its sixth edition on Tuesday with a cultural gala marrying the rhythm of American rap music with Bollywood dhamaka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X