For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2023: બે ફ્રેન્ચાઈઝી વચ્ચે બોલી ટાઈ થાય તો કોણ જીતે? જાણો શું છે નિયમ?

બે ફ્રેન્ચાઈઝી વચ્ચે ટાઈની સ્થિતીમાં આ વખતે બીસીસીઆઈ નવો નિયમ લઈને આવી છે. બે ફ્રેન્ચાઈઝી સમાન બોલી લગાવે ત્યારે આ નિયમ અમલમાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આઈપીએલ 2023 માટે મીની ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. આ માટે તમામ ટીમો અને ખેલાડીઓ તૈયાર છે. ઓક્શન થોડીવારમાં યોજાવા જઈ રહ્યું છે તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ તેમની ટીમને મજબુત કરવા માટે મેદાનમાં ઉતરશે. નિલામી માટે કુલ 405 ખેલાડીઓ મેદાનમાં છે. તેમાંથી 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. અહીં કેટલાક નિયમોની પણ ચર્ચા થઈ રહી છે.

ipl auction

આઈપીએલની હરાજી યોજાવા જઈ રહી છે ત્યારે આ વખતે બીસીસીઆઈએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમોમાં એક નિયમ ટાઈ બ્રેકર નિયમ છે. આ નિયમ બે ફ્રેન્ચાઈજી વચ્ચે બોલી પર ટાઈ થાય તે માટે બનાવાયો છે. આ નિયમ અનુસાર જો ટાઈ થાય તો લેખિતમાં નિર્ણય લેવામાં આવશે.

આ નિયમ એ સ્થિતી માટે બનાવવામાં આવ્યો છે જ્યારે કોઈ બે ટીમ એક ખેલાડી માટે સમાન બોલી લગાવે અને તેને વધારવા માટે પૈસા ન હોય. આ સ્થિતીમાં બોલી આગળ વધે નહીં. નિયમ અનુસાર હવે આ સ્થિતી ઉત્પન્ન થાય તો હવે હવે હરાજી કરનારાઓ જ ફેંસલો સંભળાવશે.

આ નિયમ અનુસાર, બીસીસીઆઈ સમાન બોલી લગાવનારી બન્ને ટીમોને બોલાવશે અને બન્ને ટીમોએ લેખિતમાં બોલી આપવાની રહેશે. આ માટે બન્ને ટીમોએ એક ફોર્મ ભરવાનું રહેશે અને બોલીને લઈને ગુપ્તતા જાળવવાની રહેશે. આ પ્રક્રિયા બાદ બીસીસીઆઈ વિજેતા જાહેર કરશે.

અહીં સૌથી મોટી જાણવા જેવી વાત એ છે કે, આ રકમ બીસીસીઆઈને જશે અને સેલેરી કૈપમાંથી નહીં કપાય. આ નિયમ અનુસાર રકમ 30 દિવસમાં બીસીસીઆઈને જમા કરાવવાની રહેશે. બીસીસીઆઈએ તમામ ટીમોને આ વાતની જાણ કરી દીધી છે અને રકમને એક સાથે આપવા જણાવ્યુ છે. આ રકમ બીસીસીઆઈને આપવાની રહેશે.

ટાઈબ્રેક બિડની રકમ અંતિમ બિડની રકમથી અલગ અને વધારાની છે. ટાઈબ્રેક બિડ એ એક અલગ રકમ છે જે ફ્રેન્ચાઈઝી બીસીસીઆઈને ચૂકવવા તૈયાક છે અને સંબંધિત ફ્રેન્ચાઈઝીની સેલરી કેપમાંથી કાપવામાં આવતી નથી. ટાઈબ્રેક બિડની રકમ પર કોઈ મર્યાદા નથી.

આ વખતે પાછલા વર્ષોના રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો કોઈ વિકલ્પ રહેશે નહીં. દરેક ફ્રેન્ચાઈઝીમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોવા જોઈએ.

English summary
IPL Auction 2023: Who Will Win If Bidding Ties Between Two Franchises?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X