For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Final : ધોનીના નામે વર્લ્ડ રેકોર્ડ, આવું કરનારો એકમાત્ર કેપ્ટન બન્યો!

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ફાઇનલમાં ટોસ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે વધુ એક વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ફાઇનલમાં ટોસ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે વધુ એક વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. મેદાન પક ઉતરતા જ તે 300 મીં ટી 20 મેચમાં કેપ્ટનશીપ કરનારો દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે.

Mahendra Singh Dhoni

ધોની પહેલેથી જ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ કેપ્ટનશિપની યાદીમાં ટોચ પર છે, ધોનીએ 72 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગન 64, આયર્લેન્ડના કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડ 56, અસગર અફઘાન 52 અને ઓસ્ટ્રેલિયન એરોન ફિન્ચ 49નો સમાવેશ થાય છે. ધોની વેસ્ટ ઇન્ડીઝના ડેરેન સેમી 208, વિરાટ કોહલી 185, ગૌતમ ગંભીર 170 અને રોહિત શર્મા 153 કરતા સૌથી આગળ છે.

39 વર્ષીય ધોની 176 જીત અને 118 હાર સાથે ઇતિહાસમાં સૌથી સફળ ટી 20 કેપ્ટન પણ છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2007 માં આઈસીસી ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. CSK 3 વખત IPL જીત્યું છે. આ ઉપરાંત 2010 અને 2014 માં બે ચેમ્પિયન્સ લીગ જીતી છે. ગયા વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ધોની બીજી પણ મોટી સિદ્ધિની આરે છે. તેને ટી 20 ક્રિકેટમાં 7000 રન પૂરા કરવા માટે માત્ર 65 વધુ રનની જરૂર છે.

English summary
IPL Final: World record in Dhoni's name, became the only captain to do so!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X