સ્પોટ ફિક્સિંગમાં ચોંકાવનારો ખુલાસો, 17 મેચ હતી ફિક્સ!
નવી દિલ્હી, 20 મે : સ્પોટ ફિક્સિંગના મામલામાં દોષી પામેલા લોકો સાથે પૂછપરછ કરતા કેટલીક મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઇ છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર મુંબઇ પોલીસે તપાસમાં બાદ જણાવ્યું કે આઇપીએલની કૂલ 17 મેચ ફિક્સ હતી. પોલીસ અનુસાર ટૂંક સમયમાં હવે આ બદા ખેલાડીઓના અવાજના નમૂના લેવામાં આવશે.
આ ઉપરાંત પોલીસને શ્રીસંત અંગે વધુ પુરાવા હાથ લાગ્યા છે. જાણકારી અનુસાર મુંબઇમાં શ્રીસંત સોફિટેલ હોટલમાં રોકાયા હતા અને શ્રીસંતને કાસ્ટિંગ ડાયરેક્ટરે યુવતીઓની કેટલીક તસવીરો મોકલી હતી. શ્રીસંતને આ તસવીરો ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શ્રીસંત, યુવતીઓ અને સટ્ટેબાજ પબમાં મળ્યા હતા ત્યાં જ ફિક્સિંગની ડિલ નક્કી થઇ હતી. ફિલહાલ પોલીસે સોફિટેલ હોટલ અને એ પબની સીસીટીવી ફૂટેજને જપ્ત કરી લીધી છે.













Click it and Unblock the Notifications
