બીસીસીઆઇની તપાસ સમિતિની કમાન સંભાળશે રવિશાસ્ત્રી !

બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આઇપીએલ વહીવટી સમિતિના સભ્ય અજય શિરકે અને રવિ શાસ્ત્રી સિવાય આ તપાસ સમિતિમાં સામેલ ત્રણ સભ્યોમાં એક સેવાનિવૃત્ત જજ હશે. બીસીસીઆઇના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરૂણ જેટલી, આઇપીએલના અધ્યક્ષ રાજીવ શુક્લા તથા બીસીસીઆઇના સચિવ સંજય જગદાલેને પણ આ સમિતિમાં સામેલ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવાસને રવિવારે તપાસ સમિતિ નિમવાની જાહેરાત કરી હતી અને નિષ્પક્ષ સમાત કરવાનું આશ્વાસન આપ્યું હતું. શ્રીનિવાસને કહ્યું હતું કે તપાસ સમિતિ નિમવામાં કે સમિતિની કાર્યપ્રણાલીમાં તેમની કોઇ ભૂમિકા રહેશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂનાથ, શ્રીનિવાસનના જમાઇ છે. ગુરૂનાથને આઇપીએલના તાજેતરના સ્પૉટ ફિક્સિંગ કેસમાં સંડોવણી હોવાના આરોપમાં મુંબઇ પોલીસે ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
