For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Breking News: સ્પૉટ ફિક્સિંગ મુદ્દે શ્રીસંત સહિત 3 BCCI દ્વારા સસ્પેન્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sreesanth
નવી દિલ્હી, 16 મે: સ્પૉટ ફિક્સિંગના આરોપોમાં ભારતીય ક્રિકેટર શ્રીસંતની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે શ્રીસંતની મુંબઇથી ધરપકડ કરી છે. આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓને પણ આ મુદ્દે દિલ્લ્હી પોલીસની સ્પેશયલ સેલે ધરપકડ કરી છે. આ બંને ખેલાડીઓના નામ આ પ્રકારે છે અંકિત ચૌહાણ અને અંજિત ચંડાલિયા. તેમના વિરૂદ્ધ છેતરપીંડી અને કાવતરું રચવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વાંચો : ક્રેકેટર્સ જેમના મેચ ફિક્સિંગ માટે બેન કરાયા

Upadate: 11: 52

આઇપીએલમાંથી શ્રીસંત સહિત ત્રણેય ખેલાડીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યાં છે. તપાસ પુરી થાય ત્યાં સુધી ત્રણેય ખેલાડીઓને સસ્પેંડ કરવામાં આવ્યાં છે. આનો અર્થ એવો નથી કે ત્રણેય ખેલાડીઓ હવે આઇપીએલ કદાચ કોઇ મેચ રમી શકશે નહી.

દિલ્હી પોલીસની વિશેષ શાખાએ શ્રીસંતને સ્પૉટ ફિક્સિંગમાં કથિત ભૂમિકાના આરોપમાં મુંબઇમાં તેના મિત્રના ઘરેથી જ્યારે અન્ય બે ક્રિકેટરોને નરીમન પ્વાઇંટમાં ટીમ હોટલમાંથી ઝડપી પાડ્યા છે. આ ખેલાડીઓને મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં મેચ બાદ ટીમ હોટલમાં પરત ફરતાં ધરપકડ કરી હતી. મુંબઇએ રાજસ્થાન રોયલ્સને આ મેચમાં 14 રનથી હરાવ્યું હતું.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલની ગત મેચોમાં સ્પૉટ ફિક્સિંગમાં ભૂમિકા માટે આ ખેલાડીઓ પર નજર રાખવામાં આવતી હતી. જોકે તેમને એ જણાવ્યું નથી કે કઇ મેચો પર નજર રાખવામાં આવી હતી. આ સાથે પોલીસે મુંબઇમાં સાત અને દિલ્હીમાંથી ત્રણ સટોડિયાઓની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસને દિલ્હીના અન્ય બે સટોડિયાની શોધ છે. કહેવામાં આવે છે કે હજુ કેટલાક ખેલાડીઓ શંકાના ઘેરામાં છે.

આઇપીએલ અધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની વિસ્તૃત જાણકારીની રાહ છે. રાજસ્થાન રોયલ્સના સીઇઓ રઘુ અય્યરે કહ્યું હતું કે મોડી રાત્રે પોલીસે ત્રણ ખેલાડીઓની ધરપકડ કરી છે અને ટીમ મેનેજમેન્ટ તપાસમાં મદદ કરી રહ્યું છે. તેમને કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સની ભષ્ટ્રાચાર પર શૂન્ય સહિષ્ણુતાની નિતી રહી છે અને જો આરોપો સાબિત થશે તો અમે કાર્યવાહી કરીશું.

English summary
In a big shocking news, pace bowler S. Sreesanth and two other players of Rajasthan Royals were arrested by Delhi Police on charges of spot fixing in Indian Premier League (IPL).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X