ઑસ્ટ્રેલિયા ઓપનના વિજેતા શ્રીકાંતને મળશે રૂ.5 લાખનું ઇનામ

Written By:
Subscribe to Oneindia News

ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઑસ્ટ્રેલિયા ઓપનમાં જીત હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. રવિવારે રમાયેલ ફાઇનલમાં શ્રીકાંતે ઓલમ્પિક ચેમ્પિયન અને વિશ્વમાં 6ઠ્ઠા નંબરના ચીનના ખેલાડી ચેન લાંગને 22-20, 21-16થી માત આપી હતી. ગત અઠવાડિયે પણ શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનમાં જીત મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત માટે 'મન કી બાત' કાર્યક્રમમાં તેમને અભિનંદન આપ્યા હતા.

srikanth

ખાસ વાતોઃ

  • કિદાંબી શ્રીકાંત વિશ્વના 11મા નંબરના બેડમિન્ટન ખેલાડી છે.
  • 7 દિવસ પહેલાં જ શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનનો ખિતાબ જીત્યો છે.
  • ઇન્ડોનેશિયા ઓપનનો કિતાબ જીતનાર પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે શ્રીકાંત.
  • હવે ઑસ્ટ્રેલિયા ઓપન સાથેના ખિતાબ સાથે શ્રીકાંત સતત બે સીરિઝ જીતનારા ભારતીય પુરૂષ ખેલાડી બની ગયા છે.

શ્રીકાંતે ઑસ્ટ્રેલિયા ઓપનનો ખિતાબ જીતવાની સાથે જ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તેમને ઇનામ આપવાની ઘોષણા કરી છે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા(બીએઆઇ)ના અધ્યક્ષ હિમાંતા બિસ્વા સરમાએ શ્રીકાંતને 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની ઘોષણા કરી છે. શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનનો ખિતાબ જીત્યો ત્યાર બાદ પણ બીએઆઇ એ શ્રીકાંતને પુરસ્કાર સ્વરૂપે 5 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આ મેચમાં શ્રીકાંતે જાપાનના કાજુમાસા સાકાઇને માત આપી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી.

English summary
Badminton player Kidambi Srikanth won Australia open. Badminton association of India announces Rs.5 lakh cash reward.
Please Wait while comments are loading...