આ ખૂબસૂરત હસીનાને ડેટ કરી રહ્યો છે કિવી સ્ટાર રચિન રવિન્દ્ર, જાણો કોણ છે પ્રેમિલા મોરાર?
વન ડે વર્લ્ડ કપના પહેલા જ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ધુળ ચટાવનારો કિવી ક્રિકેટર રચિન રવિન્દ્ર સોશિયલ મીડિયા પર છવાયેલો છે. રચિનની બેટીંગ સાથે સાથે તેની ગર્લફ્રેન્ડની પણ ખુબ ચર્ચા છે.
તમને જણાવી દઈએ કે રચિન રવિન્દ્ર સિંગલ નથી અને તે એક બોલ્ડ અને ખૂબસૂરત હસીનાને ડેટ કરી રહ્યો છે. રચિનની શાનદાર સદી સાથે હવે લોકો આ હસીનાને પણ ખુબ સર્ચ કરી રહ્યા છે.

રચિન રવિન્દ્ર લાંબા સમયથી આ હસીનાને ડેટ કરી રહ્યો છે. રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. અને 22 નવેમ્બર 2000ના રોજ જન્મેલી પ્રેમિલા રચિન કરતાં એક વર્ષ નાની છે. પ્રેમિલા દેખાવમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે.
પ્રેમિલા બેંગ્લોરની રહેવાસી છે અને હાલમાં ઓકલેન્ડ નજીક એક નાનકડા શહેર પુકેકોહે ઈસ્ટમાં રહે છે. પ્રેમિલા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. રચિનના કરિયરમાં બંને વચ્ચેના સંબંધોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો અવારનવાર જોવા મળે છે. બંને ઘણા પબ્લિક ફંક્શનમાં પણ સાથે જોવા મળ્યા છે. રચિનની ગર્લફ્રેન્ડની ખૂબસૂરતીની હવે ભારતમાં ખુબ ચર્ચા થઈ રહી છે.
પ્રેમિલા મોરાર એક પ્રતિભાશાળી ફેશન ડિઝાઇનર છે અને તેના સર્જનાત્મક કાર્ય માટે જાણીતી છે. તે લિંગરી ડિઝાઇનમાં તેના સર્જનાત્મક કાર્ય માટે ફેમસ છે.
તેણીએ મેસી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અગાઉ તે ધ ફૂડ ડ્યુડ્સ એનઝેડ કંપની સાથે કામ કરતી હતી. પરંતુ તેણીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ દર્શાવે છે કે તેણીએ પોતાનું ફેશન હાઉસ શરૂ કર્યું છે. જેનું નામ મોરર ફેશન્સ છે.












Click it and Unblock the Notifications
