For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલી IPL માં પોતાની કપ્તાનીને નિષ્ફળતા તરીકે જ જોશે-માઈકલ વોર્ન

RCB માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપ 11 ઓક્ટોબરે હાર સાથે સમાપ્ત થઈ. આરસીબી ચાહકો અને ફ્રેન્ચાઇઝી કેપ્ટનને વિદાય આપવામાં વ્યસ્ત છે અને ભાવુક માહોલ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : RCB માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપ 11 ઓક્ટોબરે હાર સાથે સમાપ્ત થઈ. આરસીબી ચાહકો અને ફ્રેન્ચાઇઝી કેપ્ટનને વિદાય આપવામાં વ્યસ્ત છે અને ભાવુક માહોલ છે. આ તબક્કામાંથી બહાર આવ્યા બાદ કોહલીને લોકો કેવા કેપ્ટન તરીકે યાદ રાખશે? કોહલીમાં ઘણી ખૂબી હોવા છત્તા કોઈ પણ આ હકીકતને નકારી શકે નહીં કે કેપ્ટન તરીકે આરસીબી સાથે લાંબા સમય સુધી રહ્યાં બાદ પણ તે એક પણ ખિતાબ જીતી શક્યો નથી.

Virat Kohli

કોહલી ભવિષ્યમાં પોતાની કેપ્ટનશીપનું મૂલ્યાંકન કેવી રીતે કરશે તે તેની આત્મકથા વાંચ્યા પછી જ જાણી શકાશે, પરંતુ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોર્નને લાગે છે કે વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એવા કેપ્ટન તરીકે યાદ કરવામાં આવશે જેમાં તે આઇપીએલ ટ્રોફી જીતી શક્યો નથી.

RCB ના કેપ્ટન તરીકે કોહલીની સફર સોમવારે પુરી થઈ. તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચાર વિકેટે હારી અને IPL 2021 માંથી બહાર થઈ ગઈ. વોર્ને સ્વીકાર્યું કે કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે ઘણું હાંસલ કર્યું છે, પરંતુ આઈપીએલમાં તેની કેપ્ટનશિપ અંગે શંકા છે.

વોર્ને ક્રિકબઝને કહ્યું કે, વિરાટ ટેસ્ટ ટીમ અને ટેસ્ટ મેચ ક્રિકેટ સાથે ભારતીય ટીમમાં સુધારો કરી રહ્યો છે, તે અદ્ભુત છે. પ્રમાણિક રીતે કહેવુ પડશે કે તે રાષ્ટ્રીય ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં ઉણો સાબિત થઈ રહ્યો છે.

વોર્ને વધુમાં કહ્યું કે, તેને ટોચની પ્રતિભાઓ સાથે કામ કરવાની તક મળી. RCB ટીમ વર્ષોથી બેટિંગમાં જબરદસ્ત રહી છે. આ વર્ષે મેક્સવેલ, હર્ષલ પટેલ અને ચહલની બેટિંગ સાથે સારી બોલિંગ પણ હતી. તેમ છતાં તે કમજોર સાબિત થયા છે.

વોર્નનું નિવેદન બહુ ખોટું નથી, કારણ કે આટલી સારી બેટિંગ છત્તા RCB KKR ને ટક્કર આપી શક્યું નથી. મેક્સવેલ અને ડી વિલિયર્સ વધુ કંઈ કરી શક્યા નહીં અને હવે વિરાટ કોહલીનું બેટ પહેલાની જેમ ચાલતું નથી. જો કે આવુ જ ધોની માટે પણ માનવામાં આવતું હતું પરંતુ તેને દિલ્હી કેપિટલ્સ સામે પ્લેઓફ પ્રથમ મેચમાં બધાને આશ્ચર્યચકિત કર્યા અને મેચ પૂરી કરી હતી.

કોહલીને 2013 માં RCB ના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને 140 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 66 માં જીત મેળવી હતી. તેના નેતૃત્વમાં RCB 2016 માં ફાઇનલમાં પહોંચી હતી. RCB માટે IPL 2020 અને 2021 માં પ્લેઓફમાં પહોંચ્યા બાદ છેલ્લી બે સીઝન સારી રહી છે. વોર્ને કહ્યું કે કોહલીની આઈપીએલ કેપ્ટનશિપ ઘણું બધુ હાંસલ કર્યા વિના અધૂરી રહી.

સ્પષ્ટ વાત કરવા બદલ સોશિયલ મીડિયા પર કુખ્યાત રહેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન વોર્ને કહ્યું કે, આઇપીએલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે તેની વિરાસત એ હશે કે તે ક્યારેય જીતી શક્યો નથી. ઉચ્ચ સ્તરની રમતનો અર્થ છે લાઇનથી ઉપર ઉઠવું, ટ્રોફી જીતવી છે. ખાસ કરીને જ્યારે તમે વિરાટ કોહલીના સ્તર પર હોવ તો હું ચોક્કસપણે એમ નથી કહેતો કે તે નિષ્ફળ છે, પરંતુ તે પોતાની જાતને આઈપીએલ કેપ્ટનશિપમાં નિષ્ફળતા તરીકે જોશે, કારણ કે તે એવો પ્રેરિત ખેલાડી છે જેના હાથમાં ટ્રોફી નથી.

English summary
Kohli will see his captaincy in the IPL as a failure - Michael Warne
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X