મહેશ ભૂપતિ અને બોપન્ના પર બે વર્ષ માટે પ્રતિબંધ

એટલું જ નહી, એઆઇટીએન ચંદીગઢમાં ચાલી રહેલા ડેવિસ કપમાં પણ ભૂપતિ અને બોપન્ના જેવા સિનિયર ટેનિસ ખેલાડીઓના સ્થાને આ વખતે યુવા ખેલાડીને તક આપવામાં આવશે. શનિવારે યોજવામાં આવેલી એક્ઝ્યુટિવ કમિટી મેમ્બર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમને લાંબાગાળા માટે આ સજા મળવી જોઇએ.
ઓલ ઇંડિયા ટેનિસ એસોસિએશન (એઆઇટીએ)ના સેક્રેટરી ભારત ઓઝાએ બેઠક પૂરી થયા બાદ કહ્યું હતું કે ' કમિટીએ આ નિર્ણય કર્યો છે કે ભૂપતિ અને બોપન્નાને 30 જૂન 2014 સુધી રાષ્ટ્રીય ટેનિસ ટીમમાં સમાવેશ કરવા બાબતે વિચાર કરવામાં આવશે નહીં. જો કે તેમને કહ્યું હતું કે સમિતિ માટે બંને ખેલાડીઓ પર કોઇ પ્રકારનો પ્રતિબંધ નથી.












Click it and Unblock the Notifications
