For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય હોકી પુનરુત્થાન માટે કામ કરનાર માણસ - નવીન પટનાયક

ભારતીય હોકી માટે એક સારા સમાચાર છે, જ્યારે રવિવારના રોજ મેન્સ હોકી ટીમ 41 વર્ષ બાદ ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પહોંચી છે આ સાથે વુમેન્સ હોકી ટીમ સોમવારના રોજ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો

|
Google Oneindia Gujarati News

ભારતીય હોકી માટે એક સારા સમાચાર છે, જ્યારે રવિવારના રોજ મેન્સ હોકી ટીમ 41 વર્ષ બાદ ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પહોંચી છે આ સાથે વુમેન્સ હોકી ટીમ સોમવારના રોજ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો. ટોક્યોમાં ભારતીય હોકીની ટ્વીન ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ઘણાને આશ્ચર્ય થયું છે. એક સમયની વિશ્વ ચેમ્પિયન છેલ્લા ત્રણ દાયકા દરમિયાન આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય હોકીનું પ્રદર્શન ચઢાવ ઉતાર ભર્યું રહ્યું છે.

ભારતમાં હોકીના પુનરુત્થાન માટે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની આગેવાની હેઠળની ઓડિશા સરકારને શ્રેય આપવો જ પડે. ઓડિશાના મુખ્યમંત્રી તેમના શાળાના દિવસોમાં ખુદ હોકી ગોલ કીપર અને ઉત્સુક રમતપ્રેમી હતા. તેમણે નક્કી કર્યું હતું કે, ઓડિશા ભારતીય હોકીને સ્પોન્સર કરશે.

Naveen Patnaik

વર્ષ 2018માં જ્યારે રાષ્ટ્રીય ટીમના સત્તાવાર સ્પોન્સર્સ પાછા ખેંચાયા હતા. એવા સમયે જ્યારે આપણામાંના મોટાભાગના લોકો અન્ય મોહક રમતોનો મહિમા ગાવામાં વ્યસ્ત હતા, ત્યારે ઓડિશાના મુખ્યમંત્રીએ હોકી પર પોતાનો દાવ લગાવ્યો હતો. નવીન પટનાયકે નાણાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતીય હોકીને સપોર્ટ કર્યું હતું. એટલું જ નહીં, હોકી માટેની પાયાની જરૂરિયાતની વસ્તુઓ પણ રાજ્યના લોકો દ્વારા જ વિકસાવવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તર પર હોકી પર પ્રભુત્વ ધરાવતા દેશે ઘણા સમયથી અપેક્ષિત પ્રદર્શન કર્યું નથી. 1928માં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યા બાદથી ભારતે રેકોર્ડબ્રેક આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે. છેલ્લે ભારત 1980માં ગોલ્ડ મેડલ જીત્યું હતું. જે બાદ 1 અને 2 ઓગસ્ટના રોજ ઇતિહાસ રચયો હતો. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને ભારતીય હોકી પુનરુત્થાન ના પિતા તરીકે સંબોધવામાં આવે તો તે પણ અતિશયોક્તિ નહીં હોય.

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 પહેલા ભારતીય પુરુષ રાષ્ટ્રીય હોકી ટીમના કસ્ટોડિયન શ્રીજેશ પીઆરએ ઓડિશાને તેમની ટીમના બીજા ઘર તરીકે ઉલ્લેખ કર્યો હતો. દેશમાં રમતના વિકાસમાં ઓડિશા રાજ્ય સરકારના યોગદાનની પ્રશંસા કરી હતી. દુનિયા આજે ઓડિશાને રમતગમતના કેન્દ્ર તરીકે જાણે છે. તે એક સુપર સ્પોર્ટ્સ હબ છે. જ્યારે આપણે ઓડિશામાં તાલીમ લઈએ છીએ, ત્યારે તે આપણા બીજા ઘર જેવું લાગે છે. આજકાલ જો તમે ઓડિશામાં બાળકોને પૂછો, તો તેઓ IAS અધિકારી કે સરકારી નોકરી મેળવવા માંગતા નથી. તે બધા રમત રમવા માંગે છે. કારણ કે, તેમને જોયું છે કે, રમતો થકી પણ પોતાના સપના સાકાર કરી શકાય છે, નામના બનાવી શકાય છે અને સરકાર પણ તેમાં મદદરૂપ થઇ રહી છે. ઓડિશા સરકારે ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને 6 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, જે અસાધારણ છે. ઓડિશા રાજ્યમાં 14 નવા એસ્ટ્રો-ટર્ફ વિકસાવી રહ્યું છે.

Naveen Patnaik

ફેબ્રુઆરી 2018માં ઓડિશાની સરકાર એક સીમાચિહ્ન પ્રસંગે ભારતીય હોકી ટીમોની સ્પોન્સર બની હતી. તે જ વર્ષે AIFFએ રાજ્ય સરકાર સાથે એક સમજૂતી કરાર(MoU) કર્યો હતો. જે બાદ તેમણે સંખ્યાબંધ કાર્યક્રમો હોસ્ટ કર્યા હતા. નેશનલ ટીમ કેમ્પ, હીરો આઈ-લીગ મેચ અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની પણ યજમાની કરી હતી.

ચાલુ વર્ષે ભુવનેશ્વરે FIH મેન્સ હોકી વર્લ્ડ કપની યજમાની પણ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો મેચમાં હાજર રહ્યા હતા. એક અનફર્ગેટેબલ વાતાવરણ સર્જ્યું હતું. શ્રીજેશે યાદ કર્યું કે, કેવી રીતે ઘરના ચાહકોની સામે રમવાથી આખી ટીમને ઉર્જા મળી અને જણાવ્યું હતું કે, તે આગામી વર્ષે પણ AFC વિમેન્સ એશિયન કપનું આયોજન કરવા માટે ભારતની રાહ જોઈ રહ્યો છે.

વર્લ્ડ નંબર 2 ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટોક્યો ઓલિમ્પિક 2020ની ક્વાર્ટર ફાઇનલ જીત બાદ ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મરીજને કહ્યું કે, આ મેચ પણ સાબિત કરે છે કે, સપના સાચા પડી શકે છે. જો તમે વિશ્વાસ કરવાનું શરૂ કરો અને તમે વિશ્વાસ કરતા રહો અને તમે સખત મહેનત કરતા રહો, તો વસ્તુઓ થઈ શકે છે. તમારે તમારા સપના પૂરા કરવા માટે કામ કરવું પડશે અને આજે આપણે તે જ કર્યું છે.

ઓડિશાના મુખ્યમંત્રીએ ભારતીય હોકી માટે કલ્પના કરી હતી. તે અમારા ખેલાડીઓની ગૂમાવેલી કીર્તિ પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરતો હતો.

બેક ટૂ બેક જીત બાદ નવીન પટનાયકે બન્ને હોકી ટીમને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આમ જ આગળ વધવાની ગતિ ચાલુ રાખો, ટીમને શુભકામનાઓ. આ ટ્વીટમાં નવીન પટનાયક ચોક્કસપણે 'ગોલ્ડ' મેળ્યા બાદ જ રોકાજો તેવું જણાવી રહ્યા હતા! ઓડિશા સરકારના સમર્થન અને તેમના મુખ્યમંત્રી નવીન પટનાયકના કેમ્પેઇનિંગને કારણે હોકીમાં બીજા ઘણા પુરસ્કારો મેળવ્યા છે.

ભારતના શાનદાર પ્રદર્શન પર પોતાની લાગણીઓ ઓડિશાના મુખ્યમંત્રીએ માતૃભાષામાં વ્યક્ત કરી

દેશ માટે આ ખૂબ જ ગૌરવની વાત છે, કારણ કે ભારતની પુરુષ હોકી ટીમ 41 વર્ષ બાદ સેમી ફાઇનલ પ્રવેશી છે, જ્યારે મહિલા ટીમ ઓલિમ્પિકમાં પ્રથમ વાર સેમી ફાઇનલમાં પ્રવેશી છે. વર્ષ 2018થી ઓડિશા બંને રાષ્ટ્રીય ટીમોને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના માટે સમગ્ર ઓડીયાવાસીઓને ગર્વ છે. હું મારા હૃદયના અંતઃકરણથી દરેકને શુભેચ્છા પાઠવું છું.

English summary
The good news for Indian hockey is that on Sunday, the men's hockey team reached the semi-finals of the Olympics after 41 years, with the women's hockey team making history by beating Australia on Monday to reach the semi-finals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X