• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોટલામાં ટીમ ઇન્ડિયાનું વાવાઝોડુઃ- આ રહ્યાં 7 કારણ

|

દિલ્હીના ફિરોજશાહ કોટલા ખાતે રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં સુરેશ રૈનાની ઉત્તમ બેટિંગ બાદ મોહમ્મદ શમીની આગેવાનીમાં બોલર્સે શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બીજી વનડે ક્રિકેટ મેચમાં શનિવારે વેસ્ટ ઇન્ડિઝને 48 રનથી હરાવી પાંચ મેચોની શ્રેણીમાં પુનરાગમન કરે છે.

સુરેશ રૈનાએ 62 અને ફોર્મમાં પરત ફરેલા વિરાટ કોહલીની આઠ મહિનામાં પહેલીવાર અડધી સદીથી ભારતે પહેલા બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની આખી ટીમ 46.3 ઓવરમાં 215 રનમાં આઉટ થઇ ગઇ હતી. તો ચાલો તસવીરો થકી ભારતની જીતના સાત કારણો અંગે જાણીએ.

ટોસ જીતીને માહીએ લીધો સાચો નિર્ણય

ટોસ જીતીને માહીએ લીધો સાચો નિર્ણય

કોટલામાં ટોસ જીતીને ધોનીએ પહેલા બેટિંગનો જે નિર્ણય લીધો તે કારગર સાબિત થયો. જોકે કોચિમાં પણ ધોનીએ ટોસ જીત્યો હતો, પરંતુ તે સાચો નિર્ણય લેવાથી ચૂકી ગયો હતો. વેસ્ટ ઇન્ડિઝને પહેલા બેટિંગની તક આપીને ભારતે મેચ ગુમાવી દીધી. દિલ્હીમાં પહેલા બેટિંગ કરતા ભારત 250 કરતા વધારેનો સ્કોર બનાવીને વેસ્ટ ઇન્ડિઝ ને દબાણમાં લાવી લીધું. જોકે આ હાર માટે બેટ્સમેન ઓછા જવાબદાર નથી. જેમણે એક નિશ્ચિત જીતને હાર બદલી નાંખી.

ત્રણ મોટી ઇનિંગે રચ્યો મજબૂત સ્કોર

ત્રણ મોટી ઇનિંગે રચ્યો મજબૂત સ્કોર

વિરાટ કોહલી, સુરેશ રૈના અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની અડધી સદીઓની મદદથી ટીમને લડવા લાયક સ્કોર મૂક્યો. રૈના અને કોહલીની શતકીય ભાગીદારીની ટીમને યોગ્ય રસ્તામાં મુકી. વનડેમાં જો બે અથવા ત્રણ મોટી ભાગીદારીઓ બની જાય તો પછી મોટો સ્કોર રચી શકાય છે. લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ યોગ્ય રન રેટ સાથે રમી શકતી નથી અને બેટ્સમેન મોટા શોટ્સ રમવાના ચક્કરમાં વિકેટ ગુમાવી બેસે છે.

વિરાટ કોહલીનું ફોર્મ પરત ફરવું બોનસ સમાન

વિરાટ કોહલીનું ફોર્મ પરત ફરવું બોનસ સમાન

વિરાટ કોહલીએ શાનદાર 50 રન બનાવ્યા. જીતની ખુશી સાથે જ કોહલીનું ફોર્મ ટીમ માટે બોનસ સમાન સાબિત થયું છે. જોકે આ મેચમાં તેણે પોતાનું ડાઉન બદલ્યું છે. વન ડાઉનના બદલે તે ટૂ ડાઉન પર આવ્યો. સચિન તેંડુલકરની નિવૃત્તિ બાદ કોહલી એવા બેટ્સમેનના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે, જે મેચ વિનર ખેલાડી છે. કોહલીની દરેક મોટી ઇનિંગ ટીમને જીત અપાવે છે.

ધોનીનું વાવાઝોડુ અને રૈનાએ કર્યો રનોનો વરસાદ

ધોનીનું વાવાઝોડુ અને રૈનાએ કર્યો રનોનો વરસાદ

સુરેશ રૈના જ્યારે રન વરસાવે છે તો વિપક્ષી ટીમ તેમાં ભિંજાઇ જાય છે. તેમાં પરિપક્વતા આવે છે અને જે જવાબદારીની સાથે પોતાનું કામ કરી રહ્યો છે. દિલ્હીમાં શાનદાર અડધી સદી તેનો પુરાવો છે. ત્યાં ધોની હંમેશાની જેમ તોફાની રહ્યાં. માહી એવો ધુંઆધાર બેટ્સમેન છે, જેના વારથી બચવું બોલર્સ માટે અશક્ય છે.

ઝડપી બોલર્સનુ શાનદાર પ્રદર્શન

ઝડપી બોલર્સનુ શાનદાર પ્રદર્શન

આપણા ઝડપી બોલર્સ પાસેથી મેચ જીતવાની આશા ઓછી રાખવામાં આવે છે, પરંતુ આ મેચોમાં ત્રણેય ઝડપી બોલર્સે શાનદાર બોલિંગ કરી. ખાસ કરીને મોહમ્મદ શમીએ સતત બીજી મેચમાં ચાર વિકેટ મેળવીને ઇંગ્લેન્ડની અસફળતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો. ઇંગ્લેન્ડમાં શમીની બોલિંગ દમદાર નહોતી.

સ્પિનર્સે જમાવ્યો રંગ

સ્પિનર્સે જમાવ્યો રંગ

જેમ કે ભારતીય સ્પિનર્સ પાસેથી જેવી આશા હતી તેવું જ પ્રદર્શન કોટલામાં તેમણે કરી દર્શાવ્યું. જાડેજાએ શાનદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ મેળવી તો અમિત મિશ્રાએ બે વિકેટ લઇને જાડેજાને મદદ કરી હતી.

મેદાનમાં જોવા મળી ટીમ સ્પિરિટ

મેદાનમાં જોવા મળી ટીમ સ્પિરિટ

જ્યારે તમે જીતો છો તો તેમાં ટીમ સ્પિરિટનો મોટો હાથ હોય છે. જ્યારે કોઇ બોલર લાઇન અથવા લેંથથી ભટકી રહ્યો હોય તો વિકેટ કીપર અથવા નજીકનો ફીલ્ડરે તેને જણાવવાનું હોય છેકે ક્યાં ભુલ થઇ રહી છે. તેનાથી બોલરને પોતાની રીધમ મેળવવામાં આસાની મળે છે. તેવામાં જ્યારે કોઇ બેટ્સમેન બોલ રમતી વખતે કોઇ ભુલ કરે છે તો નોન સ્ટ્રાઇકર તેને બતાવી શકે છેકે ક્યાં ભુલ થઇ રહી છે. તેનાથી ટીમ સ્પિરિટ વધે છે અને ખેલાડી એક બીજાનું ધ્યાન રાખે છે.

English summary
Team India beat West Indies in secon ODI at Kotla stadium in Delhi. There are seven reasons behind this spectacular win.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more