મિલ્ખા સિંહની ઇચ્છા છે કે સચિન બને રમત મંત્રી
પણજી, 11 ડિસેમ્બર: 'ફ્લાઇંગ શીખ' તરીકે જાણીતા ભારતીય એથલેટ મિલ્ખા સિંહે એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ભારતીય રમતોમાં સુધાર લાવવા માટે રમત મંત્રી બને.
મિલ્ખા સિંહે જણાવ્યું કે સચિન તેંડુલકરને ભારતના રમતમંત્રી બનાવવા જોઇએ, જેથી કરીને તે ભારતીય સ્પોર્સ્ટ માટે ઉમદા કામ કરી શકે. સચિન એકમાત્ર એવા ખેલાડી છે જે સ્પોર્ટ્સ માટે ગંભીરતા અને સમર્પણ ભાવથી કામ કરી શકે.
ઉલ્લેખનીય છે કે મિલ્ખા સિંહ પણજી માં લ્યુસોફોનીયા ગેમ્સ માસ્કોટના અનાવરણના પર પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન મિલ્ખા સિંહે સચિનને રમત મંત્રી બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પરંતુ મિલ્ખાસિંહે એટલું ચોક્કસ જણાવ્યું કે સચિનની પહેલા ભારતનું આ સર્વોચ્ચ સન્માન એક એથ્લેટને મળવું જોઇતું હતું. તેમણે કહ્યું કે 'ભારત રત્ન માટે એક વ્યક્તિ ચોક્કસ લાયક છે અને અન્ય કોઇની પહેલા તેમને આ સન્માન મળવું જોઇતું હતું. અને તે છે હોકી પ્લેયર ધ્યાનચંદ.'












Click it and Unblock the Notifications
